વિધાનસભા સામાન્ય ચુંટણીમાં રાજકોટ શહેરના 80 થી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરીકો ઉત્સાહપૂર્વક પોસ્ટલ બેલેટ દવારા મતદાન કરી લોકશાહી શાસન વ્યવસ્થામાં પોતાનો દ્રઢ વિશ્ર્વાસ વ્યકત કરી રહ્યા છે.
69-વિધાનસભા બેઠક માટે આજે અમીન માર્ગ પરની અનુપમા સોસાયટીમાં રહેતા 8ર વર્ષના વરિષ્ઠ નાગરીક મગનભાઇ ઉમરાણીયાએ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કર્યુ હતું. આ માટે ઝોનલ ઓફીસર કપિલ ગગલાણી,
આસિસ્ટન્ટ ઝોનલ ઓફીસર ભાવિક મેધાણી, માઇક્રો ઓબ્ઝર્વેર કૃણાલ મકવાણા તથા વિડીયોગ્રાફર અને લેડી કોન્સ્ટેબલની ટીમે ઉમરાણીયા સર મતદાન કરી શકે તે માટે સ્થળ પર જ મતદાન કુટીરની કામચલાઉ વ્યવસ્થા ઉભી કરી હતી. જેમાં મગનભાઇએ પોસ્ટલ બેલેટથી મતદાન કયુૃ હતું. આ પોસ્ટલ મતદાન કરવા બદલ ઝોનલ ઓફીસર કપિલ ગગલાણીએ ઉમરાણીયાને પ્રમાણ પત્ર પણ આપ્યું હતું. ઉમરાણીયાએ આ સમગ્ર વ્યવસ્થા બદલ જિલ્લા વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. ઉપરોકત સભ્યોની ટીમ નંબર 7 દ્વારા આજે 80 વર્ષથી વધુના કુલ ર3 મતદારોને ઘરે બેઠા પોસ્ટલ બેલેટના માઘ્યમ દ્વારા મતદાન કરાવાયું હતું.