અગાઉ કરેલા કાર્યોને લઈને મતદાર વકીલોમાં સ્વયંભૂ જુવાળમાં ‘જીતશે તો જીગો’
એસોસિએશનની પ્રતિષ્ઠભરી ચૂંટણીમાં પ્રમુખ પદ માટે એક્ટિવ પેનલના એડવોકેટ ડો.જીજ્ઞેશ જોષીએ ઉમેદવારી નોંધાવી છે. છેલ્લા 10 વર્ષમાં વકીલોને સ્પર્શતા અનેક પ્રશ્નો મુદ્દે લડત આપીને સકારાત્મક પરિણામ મેળવ્યા છે. તેનું હવે પછીનું લક્ષ્ય રાજકોટ બાર એસોસિએશનના નેતૃત્વમાં વકીલો માટે એડવોકેટ હાઉસીંગ સોસાયટી, સહકારી મંડળી, લીગલ સેમીનાર, પ્રવાસ અને જૂનિયર એડવોકેટ માટે AIBE તથા JMFCની પરિક્ષા માટે તાલીમ વર્ગો શરૂ કરવાનું આયોજન કરવાનો મનસૂબો વ્યક્ત કરી સાય વીલોના હિત માટે ખડેપગે રહેતા જીજ્ઞેશ જોષીને જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી છે.
પ્રમુખ પદના ઉમેદવાર એડકવોકેટ જીજ્ઞેશ જોષીએ જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષથી પોતે વકીલોના પ્રશ્નોના સતત વાચા આપી રહ્યા છે. તે રાજકોટ બાર દરમ્યાન રાજકોટ એશોશીએશનમાં વર્ષ 2012માં પ્રથમ વખત કારોબારી સભ્ય પદે કોઇપણ પેનલના ઉમેદવાર ન રહી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચુંટણી જીત્યો હતો. ત્યારબાદ સતત વર્ષ 2013, 2015, 4-6, 2017 માં પણ ચુંટણીઓ જીતી રાજકોટ તેમજ ગુજરાતના તમામ વકીલો મિત્રોના પ્રશ્નોની અસકારક રજુઆતો કરી છે. વર્ષ 2019, વર્ષ 2020 2021 માં સેક્રેટરી પદે વિજેતા થઇને વકીલોના વિવિધ પ્રશ્ને લડત ચાલુ રાખી છે. વર્ષ 2016માં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત રદ્વારા વેલફેર ટીકીટનો ભાવ વધારો રૂ.10 થી 20 કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
પ્રમુખ પદના એકલવીર જીજ્ઞેશ જોષીએ અબતક મીડીયા હાઉસની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ તકે જયંતભાઈ ગાંગાણી, દેવેન્દ્રસિંહ ભટ્ટી, કુલદીપસિંહ જાડેજા, રવિભાઈ ધઽુવ, નાનાલાલ માંકડીયા અને પ્રહલાદસિંંહ ઝાલા સહિતના વકીલો હાજર રહ્યા હતા.