- અમદાવાદ ખાતે પણ ચાલી હતી તપાસ : ડાયરેક્ટરો – પ્રમોટરો ને ત્યાં તપાસનો ધમધમાટ : ડિજિટલ ડેટા સહિતના સાહિત્ય ઈડીએ કર્યા હસ્તગત’
આવકવેરા વિભાગ, જીએસટી વિભાગ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન બાદ હવે રાજકોટમાં એંડ ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અમદાવાદની જ્યોતિ પાવર કોર્પોરેશન લિમિટેડ પર વિભાગના અધિકારીઓ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી એટલું જ નહીં જ્યોતિ પાવર કોર્પોરેશન લિમિટેડનું રાજકોટ કનેક્શન પણ ખુલ્યું હતું જેમાં ગોંડલ રોડ પર આવેલી આ ઓફિસમાં પણ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ આ અંગે અત્યંત ગુપ્તતા રાખવામાં આવી છે એટલું જ નહીં કંપનીના ડાયરેક્ટર તથા પ્રમોટરોને પણ આ તપાસમાં આવરી લેવાયા છે અને તેમની પાસેથી મળેલી તમામ ડિજિટલ સામગ્રી તથા અન્ય સાહિત્ય પણ હાલ જપ્ત કરવામાં આવ્યા છે.
જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આઇ.ડી.બી.આઇ બેન્ક પાસેથી ક્રેડિટ સેવા મેળવવા માટે 100 કરોડ રૂપિયા લીધા હોવાની વાત સામે આવી હતી અને આ અંગેની ફરિયાદ ઈડીને થતા ખાસ રેકી ગોઠવવામાં આવી હતી અને તેમાં અનેક છબરડાઓ સામે આવ્યા હતા એટલું જ નહીં 100 કરોડ રૂપિયા ની રકમ ચૂકવવામાં કંપની ડિફોલ્ટ થતા તેના પર ફરિયાદ નોંધાઈ હતી અને જે બાદ ઇડી દ્વારા સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જ્યોતિ પાવર કોર્પોરેશન પ્રા. લિ.ના ડિરેક્ટરો કમલેશ કટારિયા અને નિતેશ કટારિયા સામે નોંધાયેલા બેંક ફ્રોડના કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે.
પેઢી પર આરોપ લગાવ્યો કે મેસર્સ જેપીસીપીએલ અને તેના પ્રમોટર-નિર્દેશકો અને અન્ય અજાણ્યા વ્યક્તિઓએ આઈડીબીઆઈ બેંક સાથે છેતરપિંડી કરી હતી. બેંક ઓફ ઈન્ડિયા દ્વારા એવું પણ બહાર આવ્યું છે કે કંપનીએ આઇ. ડી.બી.આઇ બેંક પાસેથી ક્રેડિટ સુવિધા તરીકે મેળવેલ રૂ. 100 કરોડ ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું છે, જેના માટે સીબીઆઇ, મુંબઈમાં અલગ એફઆઈઆર નોંધવામાં આવી છે.
ઇડી તપાસમાં બહાર આવ્યું છે કે જેપીસીપીએલ દ્વારા બેંક ઓફ ઈન્ડિયા અને આઈડીબીઆઈ બેંક પાસેથી કંપનીના બિઝનેસ ઓપરેશન્સ માટે વિવિધ બેંક ક્રેડિટ સુવિધાઓનો લાભ લેવામાં આવ્યો હતો. ડિરેક્ટરોએ વિવિધ બેંકોમાં બેંક ખાતાઓ ખોલ્યા છે અને વિવિધ દેવાદારો તથા ગ્રાહકો પાસેથી મેળવેલ કુલ રૂ. 167.43 કરોડની રકમ અન્ય બેંક ખાતાઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી.