પ્રાદેશિક વાહનવ્યવહારની કચેરી, રાજકોટ દ્વારા મોટરકાર પ્રકારના વાહનો માટે જી.જે.૦૩-એલ.બી. (GJ–03–LB) સીરીઝના ૧થી ૯૯૯૯ નંબરો પૈકી બાકી રહેતા ગોલ્ડન અને સિલ્વર નંબરો તથા અગાઉની સિરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરોના ઇ-ઓકશનથી શરૂ કરવામાં આવશે. આ માટે તા.૬.૮.૨૦૧૯ થી તા.૭.૮.૨૦૧૯ સુધી ઓન લાઇન અરજીઓ કરવાની રહેશે.
જી.જે.૦૩-એલ.બી. (GJ–03–lb) સીરિઝમાં અગાઉની સિરિઝના બાકી રહેલા ગોલ્ડન અને સિલ્વર નંબરમાંથી પસંદગીનો નંબર મેળવવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તા.૮ ના સવારે ૧૧ વાગ્યાથી સાંજના ૫ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓકશન ખુલ્લું રહેશે. તથા કોમ્પ્યુટર દ્વારા જનરેટ કરેલ ઇ-ઓકશનનું પરિણામ નોટિસ બોર્ડ પર સાંજે પ્રસિધ્ધ કરવામાં આવશે જે પરિવહન સાઇટ પર પણ ઓનલાઇન જોઇ શકાશે. પસંદગીના નંબરોના ઓકશન બાદ સફળ અરજદારોનું લીસ્ટ તથા અસફળ અરજદારોનું લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.
ઓકશનની પ્રક્રિયા દરમિયાન વાહન સોફટવેરમાં તથા અન્ય કોઇ ટેકનિકલ અનિયમિતતા ઉભી થશે તો તેનું યાંત્રિક નિવારણ બાદ કાર્યવાહી હાથ ધરાશે. પસંદગી નંબર માટે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાં પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ લીધેલ નિર્ણય આખરી ગણાશે. વધુ માહિતી માટે http//parivahan.gov.in જોવાની રહેશે.
ઇ-ઓકશન પ્રક્રિયા પુરી થયા બાદ અરજદારોએ ભરવાપાત્ર થતી રકમ દિવસ-૫(પાંચ)માં ઇ પેમેન્ટ દ્વારા ભરણુ કરી ફોર્મ આરટીઓ કચેરીમાં જમા કરાવવાની રહેશે, તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી, રાજકોટ દ્વારા જણાવાયું છે.