મેયર ડૉ.પ્રદિપ ડવે પોતાનાં મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૨ના જુદા જુદા પ્રશ્નોના નિરાકરણ માટે વોર્ડની મુલાકાત લઇ રહ્યા છે. આજે રામધણ પાસે ચાલી રહેલી વોંકળાની સફાઈ તેમજ વાવડી વિસ્તારના ટેક્સ, સફાઈ, પાણી, રોડ-રસ્તા વિગેરે પ્રશ્નના નિરાકરણ માટે મુલાકાત લીધી હતી.
ચોમાસાની સીઝનમાં વાવડીમાં વરસાદી પાણી ન ભરાય તેની તકેદારી રાખવા પણ સૂચના:વૉર્ડ નં.૧૨ની રૂબરૂ મુલાકાત લેતા મેયર
સ્થળ મુલાકાત વખતે વોડ ના કોર્પોરેટર મગનભાઈ સોરઠીયા, ભાજપ અગ્રણી ચેતનભાઈ લાઠીયા, મૌલિકકુમાર દેલવાડિયા તથા પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, દિગ્વિજય તુવર, એ.ટી.પી. મકવાણા, ડે. એન્જી. અમિતભાઈ ડાભી, વોર્ડ ઓફીસ નિરજ રાજયગુરૂ વિગેરે જોડાયાં હતા.
વાવડી ઇન્ડસ્ટ્રીઝ અને રહેણાંક વિસ્તારમાં આકારણી બાકી છે તે વહેલાસર કરી આપવા અને આવા વિસ્તારોને પીવાના પાણીના કનેક્શન મળે તે તેમજ જે જે વિસ્તારમાં સફાઈની કામગીરી નથી થતી તે વિસ્તારોમાં નિયમિત સફાઈ થાય તે માટે તાકીદ કરી છે.
મેયર ડો.પ્રદિપ ડવ તથા સેનિટેશન સમિતિના ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ રામધણ પાસેના વોંકળાની થઇ રહેલ સફાઈની કામગીરીનું નિરીક્ષણ કરી વોંકળો સંપૂર્ણ સફાઈ કરવા અધિકારીને તાકીદ કરી હતી.
વાવડી વિસ્તારમાં ચોમાસા દરમ્યાન જ્યાં પાણી ભરાય છે તેવા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ થાય તેમજ રસ્તા રીપેર, પેચવર્ક વિગેરે કામ કરી આપવા સંબંધક અધિકારીને સુચના આપી છે.