2021માં પણ કારખાનામાંથી નકલી ઘીનો જથ્થો પકડાયો હતો,રિપોર્ટ બાદ માલિક સામે ગુનો નોંધાશે
રાજકોટ પાસે આવેલ તરઘડીયા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં કૃષ્ણ ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં ઓરીજનલ ના નામે ડુબલીકેટ ઘી બનાવી વેચાતું હોવાની બાતમી એલસીબી ટીમને થતા પોલીસ સ્ટાફ દ્વારા કારખાનામાં દરોડો પાડી કુલ રૂ.13 લાખના ડુબલીકેટ ઘી નો જથ્થો જપ્ત કરી ફૂડ એન્ડ ટ્રક વિભાગને જાણ કરતા તેની ટીમ દ્વારા સેમ્પલો લઈ આગળની કાર્યવાહી હાથધરી છે. ઉલ્લેખનીય છે કે 2021 ની સાલમાં પણ આ કારખાનામાંથી નકલી ઘી નો જથ્થો ઝડપાયો હતો.
વિગતો મુજબ એલસીબીના ઈન્ચાર્જ પીએસઆઈ આર.એચ. કોડીયાતરે સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે કૃષ્ણા ફેટ એન્ડ પ્રોટીન નામના કારખાનામાં દરોડો પાડતા ત્યાંથી પ્યોર થી લખેલા 100 એમ.એલ.ના 480 ડબ્બા, 200 એમ.એલ.ના 480 ડબ્બા, 500 એમ.એલ.ના 289 ડબ્બા, એક લિટરના 240 ડબ્બા, પાંચ લિટરના 24 ડબ્બા મળી આવ્યા હતા.આ ઉપરાંત પ્યોર ઘી જેની ઉપર લખેલું હતું તેવી એક્સપાયરી ડેટના 200 એમ.એલ.ના 40 ડબ્બા, 500 એમ.એલ.ના 101 ડબ્બા, એક લિટરના 41 ડબ્બા અને 15 લિટરનો એક ડબ્બો મળ્યો હતો. એટલું જ નહીં સ્ટીકર વગરના ઘી જેવો પદાર્થ જણાતા 15 લિટરના 136 ડબ્બા ઉપરાંત વેજ. ફેટ લખેલા 15 લિટરના 300 ડબ્બા મળી આવતા આ રીતે કુલ 13.18 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.
પોલીસે ફુડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને જાણ કરતા તેઓ પણ સ્થળે દોડી આવી ડુપ્લીકેટ ઘીના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવ્યા બાદ કેસની કરવાની કાર્યવાહી કરવામાં આવવા હોવાનું જણાવ્યું હતું. ઉલેખનિય છે કે, આ જ કારખાનામાંથી 2021ની સાલમાં પણ ભેળસેળયુક્ત થી ઝડપાયું હતું . જે અંગે 2022ની સાલમાં કારખાના માલિક મુકેશ શિવલાલ નથવાણી (ઉં.વ.52, રહે.બાપાસીતારામ ચોક, નંદનવન ફ્લેટ પાસ, મવડી) વિરૂદ્ધ ફુડ એન્ડ ડ્રગ વિભાગે કેસ કર્યો હતો તેમ પોલીસે જણાવ્યું હતું.
આજે ઝડપાયેલા મુદ્દામાલ અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ કારખાના માલિક સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આજે પોલીસે કરેલી પ્રક્રિયા અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણવા જોગ નોંધ કરી કારખાના માલિકને તપાસના કામે જરૂર પડે ત્યારે આવવા માટે નોટીસ આપી હતી.