લોકડાયરાનું ધરેણું કમાભાઈ અને કોલેજના સંચાલક સર્વેશ્ર્વરભાઈ ચૌહાણે મહાઆરતીનો લાભ લીધો: કોમર્સના વિદ્યાર્થીઓએ સાડાપાંચ કિલો લાડવાનો ગણેશજીને ભોગ ધર્યો
દુખહતો સુખ કરતા ગણેશજીનો પાવન તહેવાર ચાલી રહ્યો છે . જે દરમિયાન હરવેંદના કોલેજના ચેરમેન ડો. મહેશભાઈ ચૌહાણ એને કેમ્પસ ડાયરેક્ટર ડો. સર્વેશ્વરભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ હરીવંદના કોલેજ ખાતે ગણપતિ ઉત્સવ હરીવંદના કા રાજા ” નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ખાસ મંગળવારે કોલેજના પટાંગણમાં લોકડાયરાનું ધરેણું કમાભાઈ અને કોલેજના ટ્રસ્ટી સર્વેશ્ર્વરભાઈ ચૌહાણે મહાઆરતીનો લાભ લીધો હતો.
આ આયોજનમાં ગણેશજીના મંડપનું વિવિધ વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર ડેકોરેશન કરવામાં આવે છે . જેમાં ક્રમશ: સુપર હીરો , વેસ્ટ આઉટ ઓફ બેસ્ટ મોરપીછ થીમ , ગૌ ગ્રીન , કેદારનાથ ટેમ્પલ, નો પોલ્યુશન , માઉન્ટાઈન , ટ્રાફિક રૂલ્સ અવેરનેસ , વુમન એમ્પાવરમેન્ટ ટ્રેડિશનલ વિલેજ અને દેશભક્તિ જેવી થીમોનો સમાવેશ થાય છે. તેમજ વિવિધ મહેમાનોની ઉપસ્થિતિમાં ” હરિવંદના કા રાજા ” ની આરતી અને પૂજા – અર્ચના કરવામાં આવે છે. સોમવારના રોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 6 કિલોનો મોતીચોરનો લાડુ ગણેશજીને ધરવામાં આવ્યો હતો. કોમર્સ વિભાગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ દ્વારા એન્ટિક થીમ પર ગણેશજીના મંડપનું ડેકોરેશન કરવામાં આવ્યું છે અને પ્રસાદ સ્વરૂપે સાડા પાંચ કિલોનો લાડવાનો ગણેશજીને ભોગ ધરવામાં આવેલ હતો.