- રનિંગ, અને સાઈકલિંગનો કરાયો સમન્વય : રાજકોટ શહેર ક્રાઈમ ડીસીપી અને ડીસીપી ઝોન 1 પણ રહ્યા ઉપસ્થિત
- વિજેતાઓને ડ્રોના માધ્યમથી સન્માનિત કરવામાં આવ્યા આગામી દિવસોમાં પોરબંદર ખાતે યોજાશે મેગા ઇવેન્ટ
છેલ્લા ઘણા સમયથી રાજકોટ સહિત અનેક શહેરોમાં લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા કેળવાય તે માટે અનેકવિધ આયોજનો હાથ ધરવામાં આવતા હોય છે. આ તકે રાજકોટ ખાતે પણ એક વિશેષ ઇવેન્ટનું ડીયોથોલોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દોડવીરો અને પ્રૌઢ વયના 300થી વધુ લોકો પણ જોડાયા હતા. જેમાં સર્વપ્રથમ રેસકોર્સના બે રાઉન્ડ દોડ લગાવવામાં આવી હતી ત્યારબાદ ખંઢેરી સુધી સાયકલિંગ ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી યોજાયેલી આ ઇવેન્ટમાં સર્વપ્રથમ ઉપસ્થિત દરેક સ્પર્ધકો માટે ઝુમ્બા નું આયોજન પણ કરવામાં આવ્યું અને વોર્મઅપ પ્રેક્ટિસ પણ કરાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ જે કોઈ સ્પર્ધકોએ નિયત સમયમાં નિર્ધારિત કરેલા લક્ષ્યાંક ને પહોંચ્યા હોય અને રેસ પૂરી કરી હોય તેઓનું ડ્રો મારફતે સન્માનિત કરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં આ પ્રકારની મેગા ઇવેન્ટ નું આયોજન પોરબંદર ખાતે પણ થવા જઈ રહ્યું છે ત્યારે આ પ્રકારની ઇવેન્ટ પાછળનો સૌથી મોટો લક્ષ્ય એ છે કે વધુને વધુ લોકો સ્વાસ્થ્ય તરફ આગળ વધે અને તેઓ પોતાન સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાય.
લોકોએ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું ખુબજ જરૂરી : ડો. અજીતસિંહ વાઢેર
ડીયોથોલોન 2022ના આયોજક ડોક્ટર અજીતસિંહ વાઢેરે અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે હાલના સમયમાં જે રીતે લોકો પોતાનું જીવન જીવી રહ્યા છે તેમાં સર્વ પ્રથમ લોકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થાવું ખૂબ જ જરૂરી છે જોવા કરવામાં તેઓ નિષ્ફળ નિવડશે તો તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડી શકે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના લોકોને આ પ્રકારની કોઈ તકલીફનો સામનો ન કરવો પડે તે વાતને ધ્યાને લઇ આ વિશેષ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવેલું છે જેનો ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે. લોકોની જિજ્ઞાસા વૃતિને ધ્યાને લઈ આવનારા સમયમાં રાજકોટ ખાતે પણ આ પ્રકારની વધુ એક મોટી ઇવેન્ટ આયોજન કરવામાં આવશે.
રાજકોટમાં યોજાયેલી ડ્યુઆથલોન ઇવેન્ટનું મહત્વ અનેરું : ડો. દેવેન્દ્ર રાખોલીયા
ડીયોથોલોન 2022ના આયોજક ડોક્ટર દેવેન્દ્ર રાખોલીયા એ પણ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે તે ભારતની સૌથી મોટી ઇવેન્ટ માની એક છે કારણ કે અન્ય શહેરોમાં માત્ર કોઈ એક ઇવેન્ટનું જ આયોજન થતું હોય છે પરંતુ એક ઇવેન્ટમાં બે પાસાઓને જોડીને આગળ વધારવું એ માત્રને માત્ર રાજકોટ ખાતે જ શક્ય બન્યું છે. ઉમેર્યું હતું કે આયોજન પાછળ દરેક સરકારી વિભાગ નો ખુબ સારો એવો સાથ અને સહકાર પણ મળ્યો છે અને લોકોએ જે રીતે ઉત્સાહ દાખવ્યો તે જોતા એ વાત સ્પષ્ટ છે કે લોકો તેમના સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણ રીતે અવગત છે અને આ પ્રકારની ઇવેન્ટમાં તેઓ ખૂબ સહજતાથી ભાગ લઈ રહ્યા છે.