રાજકોટમાં સીટી બસ ચાલકોનો ત્રાસ યથાવત
સીટી બસના ચાલકે કારને ઠોકર મારતાં કારનો બુકડો બોલી ગયો : બસ ચાલક વિરૂધ્ધ નોંધાતો ગુનો
રાજકોટવાસીઓ માટે હવે રખડતા ઢોર નહીં પરંતુ હવે માર્ગ ઉપર અને ગલીઓમાં રખડતી સીટી બસ માથાના દુખાવા સમાન બની છે. દર 10 દિવસે સીટી બસમાં ચાલકની બેદરકારી સામે આવતી હોય છે જેના કારણે લોકોને પોતાના જીવ જોખમમાં મૂકવા પડે છે. ત્યારે વધુ એક સીટી બસના ચાલકની બેદરકારી સામે આવી છે માતેલા સાંઢની જેમ પીડે જતી સીટી બસ એ સીટી હોન્ડા કારને વિરાણી ચોક નજીક હડફેટે લેતા કારનો બોકડો બોલી ગયો હતો જ્યારે કારચાલક કારખાનેદારને ઈજા પહોંચતા તેને સારવારમાં ખસેડાયો હતો.
બનાવ અંગેની મળતી વિગતો મુજબ મોટા મોવા પર આવેલ શ્યામ કુંજ સોસાયટીમાં રહેતા પ્રતિકભાઇ રાજુભાઈ ભાદાણી નામના કારખાનેદાર આજ સવારે 6:00 વાગ્યાની આસપાસ પોતાની જીજે.3. કેપી. 8619 નંબરની હોન્ડા સિટી કાર ચલાવીને પોતાના કારખાના તરફ જતા હતા ત્યારે વિરાણી ચોક નજીક પહોંચ્યા ત્યાં 80ની સ્પીડે માતેલા સાંઢની જેમ આવતી સીટી બસ એ કારને ઠોકર મારતા હોન્ડા સિટી કારનો ટુકડો બોલી ગયો હતો જ્યારે તેમાં બેસેલા પ્રતિકભાઇ ને ઇજા પહોંચતા સારવારમાં ખેસેડાયા હતા અકસ્માત સર્જી બસ ચાલક અને કંડકટર ત્યાંથી ફરાર થયા હતા જ્યારે અકસ્માતમાં પાસમાં રેલા સબ સ્ટેશનમાં કાર અથડાતા તેમાં પણ ભારે નુકશાન થયું હતું.
બનાવની જાણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રતિકભાઇ ભાદાણી ની ફરિયાદ પરથી સીટી બસના ચાલક વિરુદ્ધ તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખીએ છે કે સીટી બસ ચાલકોનો ત્રાસ રાજકોટ વાસીઓ ઉપર યથાવત રહ્યો છે. અનેક આવા બનાવો બન્યા છતાં તંત્ર દ્વારા કોઈપણ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે આવા બનાવો હર દસ દિવસે બનતા રહે છે. જો તંત્ર આ ઘટનામાં કોઈ કડક પગલાં નહીં લે તો કોઈ શહેરી વાસીને પોતાનો જીવ ગુમાવો પડશે તેવું હાલ જોવા મળી રહ્યું છે.