યોગ ઋષિ સ્વામી રામદેવજી મહારાજના શિષ્ય આચાર્યા ડો. સાઘ્વી દેવપ્રિયાજી અને સાઘ્વી દેવાદીતીજી સાંનિઘ્યમાં તા. ર6મીએ સવારે 9.30 થી એક વાગ્યા દરમિયાન કાલાવડ રોડ પર બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ સ્વામી સભાગૃહ ખાતે પ્રાંતિય મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં ભારત સ્વાભિમાનન્યાસના રાજય પ્રભારી લક્ષ્મણભાઇ પટેલ, પતંજલી યોગ સમિતિના રાજય પ્રભારી વિનોદભાઇ શર્મા, વરિષ્ઠ રાજય પ્રભારી શિશપાલ રાજપૂત, યુવા ભાજપના રાજય પ્રભારી જોગારામજી, કિશાન સેવા સમિતિ લાલજીભાઇ સોલંકી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.
રાષ્ટ્રીય જાગૃતિ – મહિલા સશકિતકરણ વર્તમાન સમયમાં જરૂરી: ડો. સાઘ્વી દેવપ્રિયાજી
પતંજલિ મહિલા યોગ સમિતિના કેન્દ્રીય પ્રભારી ડો. સાઘ્વી દેવપ્રિયાજી ‘અબતક’ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું કે આજે રાજકોટ ખાતે પ્રાંતિય મહિલા મહા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મહિલાઓને યોગ અંગે સમજ આવવા તેમજ યોગનો પ્રચાર પ્રસાર કરવા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક જીલ્લામાંથી બહોળી સંખ્યામાં મહિલાઓ આ મહાસંમેલનમાં ઉ5સ્થિત રહી હતી. મહિલા સશકિતકરણ સાથે રાષ્ટ્રીય જાગૃતિ આવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.