નીલસીટી કલબ, વિષ્ણુ વિહાર, શિવ શકિત, પારીજાત, સદગુરૂનગર, વિમલનગર સોસાયટીમાં ભાજપના ઉમેદવારો, સંગઠન ટીમ અને કાર્યકરોનો લોકસંપર્ક: ઘેર-ઘેર ઉમળકા સાથે આવકાર
મહાપાલિકાની ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે ત્યારે વોર્ડ નં.10માં સંપૂર્ણપણે કેસરીયો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચારમાં અલગ અલગ સોસાયટીઓમાં લોકસંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ વાસીઓએ ઉમળકાભેર કમળના પ્રતિક પર ચૂંટણી લડી રહેલા લડવૈયાને આવકાર્યા હતા. વોર્ડમાં જે રીતે ભાજપને પ્રચંડ જનસમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે તે જોતા એવા લાગી રહ્યું છે કે, કોંગ્રેસના ઉમેદવારો પોતાની ડિપોઝીટ બચાવી શકે તો પણ બહુ મોટી વાત કહેવાશે.
મહાપાલિકાના વોર્ડ નંબર 10માં નીલસીટી કલબ, વિષ્ણુ વિહાર, શિવશકિત, પારીજાત, સદગુરૂનગર, વિમલનગર સોસાયટીમાં ભાજપ જનતા પાર્ટીના ઉમેદવાર ચેતનભાઈ સુરેજા, નરેન્દ્રભાઈ વાઘેલા (નિરૂભા), જયોત્સનાબેન ટીલાળા, ડો. રાજેશ્રીબેન ડોડીયા શહેરના વિકાસને આગળ ધપાવવા તેમજ જયા માનવી ત્યાં સુવિધા સૌનો સાથ સાનો વિકાસના સંકલ્પ સાથે લોક સંપર્ક શરૂ કરવામા આવ્યો છે.
લોક સંપર્કમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, વોર્ડ નંબર 10નાં પ્રભારી દિનેશભાઈ કારિયા, ચૂંટણી ઈન્ચાર્જ પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી પરેશભાઈ તન્ના અને હરેશભાઈ કાનાણી, પુર્વ કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા તથા હિંમતભાઈ પલસાણા, સંગીતાબેન છાયા, નીતાબેન વઘાસીયા, મયુરીબેન ભાલાળા, ભાવનાબેન સોજીત્રા, નીતુબેન કનારા, મનિષભાઈ ડેડકીયા, ઉપરાંત સ્થાનીક અગ્રણીઓ વિષ્ણુ વિહાર સોસાયટીના પ્રમુખ પ્રતીપાલસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ ચુડાસમા, વિપુલભાઈ જાની, ડી.કે.ભટ્ટ, ધર્મેન્દ્ર ભગત, બાબભાઈ કનેરીયા, હર્ષવર્ધનસિંહ જાડેજા, મહેશભાઈ ચૌહાણ, જે.કે. જાડેજા, કુલદીપસિંહ જાડેજા, આઈ.એમ.જાડેજા, રાજભા વાઘેલા, દીલીપભાઈ ઘોષ, જયદીપભાઈ મોદી તથા પાર્ટીના કાર્યકરો સહિતના બહોળી સંખ્યામાં જોડાયા હતા.
મહાપાલિકાની ચૂંટણીના અનુસંધાને થોડા દિવસ બાદ મતદાનનો સમય નજીક આવી રહેલ છે ત્યારે લોક સંપર્ક દરમિયાન જુદી જુદી સોસાયટીઓનાં અગ્રણીઓ, રહેવાશીઓનો વોર્ડ નં.10ના ઉમેદવારોને જંગી લીડથી ચૂંટી કાઢવા હકારાત્મક અભીગમ સાંપડેલ છે.
દેશનાં પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી અને રાજયના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અને રાજકોટ મહાનગરપાલીકામાં ચાર દાયકાથી વધુ સમયથી ભારતીય જનતા પક્ષના શાસકોએ શહેરનાં વિકાસ માટે કરેલા કાર્યોનાં કારણે તમામ વર્ગ, શહેરની સામાજીક, ધાર્મિક, વ્યાપારી, ઔદ્યોગીક તમામ સંસ્થાઓનો વોર્ડ નં.10ની ભારતીય જનતા પક્ષની પેનલને જબરો ટેકો મળેલ છે.
લોકસંપર્ક દરમ્યાન ઉપરોકત સોસાયટીના રહેવાસીઓ દ્વારા ઉમેદવારોનું ફૂલહારથી સ્વાગત સાથે જણાવેલ કે અમો ભારતીય જનતા પાર્ટી સાથે જ છીએ. વોર્ડ નં.10ના ભાજપના ચારેય ઉમેદવારોને જીતાડવા માટેની ખાતરી આપેલ.