કોરોના મહામારીને અટકાવવા સરકાર દ્વારા આંશિક લોક ડાઉન લાદવામાં આવ્યા બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા વેપાર-ધંધા અંગે આપવામાં આવેલી છુટછાટનો દુર ઉપયોગ કરી નિયમ ભંગ કરતા ડી માર્ટના મેનેજર સહિત આઠની ધરપકડ કરી છે.
કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટીના મેનેજર અર્પિત ચંદ્રપ્રકાશ કટલાણા જાહેરનામાનો ભંગ કરી સાંજના છ વાગ્યા બાદ પણ મોલ ખુલ્લો રાખી સોશ્યલ ડીસ્ટન્સનું પાલન ન થતા બી ડિવિઝન પોલીસે મોલ બંધ કરાવી અર્પિત કટલાણા સામે જાહેરનામાં ભગનો ગુનો નોંધ્યો છે.
જ્યારે સ્વામીનારાયણ ચોકમાં મોમાઇ ટી સ્ટોલના અજય ચંદુભાઇ સુસરા, ગોંડલ રોડ પર આવેલા ખેતલા આપાના વિજય ગેલા વકાતર, ગોકુલધામ મેઇન રોડ પર રજવાડી ગાંઠીયાના મયુર ચંદુભાઇ તાજપરા, ગોકુલધામ મેઇન રોડ પર ક્રિષ્ના પાન એન્ડ કોલન્ડ્રીંકના વિમલ નરશી ચૌહાણ, માયાણા ચોકમાં લીંબુ-ઠંડા પીણાની દુકાન ધરાવતા મયુર ચંદુભાઇ કીકાણી, ફ્રેશ જ્યુશના માલિક કમલેસ કાંતીલાલ વઘાસીયા, ડીલક્ષ દાલ પકવાનના માલિક હિતેશ મનુભાઇ દવે સવારના નવ થી નવ રાત્રના વાગ્યા સુધી પાર્સલ સુવિધાની છુટ આપવામાં આવી હોવા છતાં પોતાની દુકાને નાસ્તો પીરસવામાં આવતો હોવાથી તમામની સામે જાહેરનામા ભંગ અંગેનો ગુનો નોંધાયો છે.