ગંગોત્રી ગુ્રપ દ્વારા વિવિધ રાજમાર્ગો પર દાન માટે લોકોને અપીલ: સાંજે માધાપર ચોકડી ખાતે શ્રી રાજપૂત કરણી સેનાનું અભિયાન
શહેરીજનોએ દાનની સરવાણી વહાવી: ગંગોત્રી ગ્રુપને રૂ. રપ લાખનું ભંડોળ આપ્યું: કુલ 7 કરોડનું અનુદાન એકત્ર
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામના વતની અને હાલ ગોધરા ખાતે રહેતા રાજદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઠોડના ત્રણ માસના પુત્ર ધૈર્યરાજને
ગંભીર પ્રકારની બિમારી હોય તેની સારવાર માટે ઇન્જેકશની કિંમત રૂ.22 કરોડ હોય સરકાર દ્વારા જી.એસ.ટી માફ કરતા 16 કરોડ જેની કિંમત થતી રાજદીપસિંહ સાધારણ કુટુંબમાંથી આવતા હોય એક બાજુ પુત્રની અમુલ્ય જીદગી બચાવવા પિતા માટે પડકાર ઉભા થયો જ હતો.
સોશ્યલ મિડિયાના માધ્યમથી અનેક સંસ્થા તેમજ સેવાભાવી આગળ આવી પોતાનું બાળક સમજી દાન આપવા અપીલને પગલે રાજકોટના ગંગોત્રી ગ્રુપ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારના રાજમાર્ગો પર ખડે પગે ભંડોવી એકત્ર કર્યુ હતું.
જેમાં શ્રી કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ જે.પી. જાડેજા, પી.ટી. જાડેજા, દેવાયત ખવડ, ભરતસિંહ જાડેજા અને કોર્પોરટર કિર્તીબા રાણા જોડાયા હતા. આ સેવા પર્ટીમાં ગંગોત્રી ગુ્રુપના કૃષ્ણસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા અને રાજવીર સિંહ વાળા સહિત યુવા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી રાજપૂત કરણી સેના દ્વારા સાંજે 6થી 10 કલાકે માધાપર ચોકડી
ખાતે ધૈયરાજની વ્હારે આવી દાન એકત્ર કરવા જહેમત ઉઠાવશે. અત્યાર સુધીમાં આશરે 7 કરોડ જેટલું દાન એકઠું થયું છે.