ડોક્ટરની હડતાળ યથાવત છે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે પણ પીડીયું મેડિકલ કોલેજનાં રેસિડેન્ટ ડોક્ટરો પોતાની માંગને લઇને હડતાળ પર છે. અલગ અલગ જૂની માગણીઓને લઇને 250 રેસિડેન્ટ અને 150 ઇન્ટરનલ ડોક્ટરો અને 50 બોન્ડેડ તબીબો મળી કુલ 400 જેવા ડોક્ટરો દ્વારા હડતાળ પાડવામાં આવતા આરોગ્ય સેવા ખોરંભાઇ છે.સાથે આજે તબીબો દ્વારા કોરોના વોરિયર્સ તરીકે જે સન્માન પત્ર આપવામાં આવ્યું હતું તે પરત કરવામાં આવ્યા છે અને રામધૂન બોલીને અને હે રામ ગીત વગાડીને વિરોધ પ્રદશન કર્યો છે.અને ગત શનિવારના રેસિડેન્ટ તબીબો દ્વારા રક્તદાન કરી અને વિરોધ પ્રદશન કરવામાં આવ્યો હતો.

કોરોના કાળ દરમ્યાન પોતાના જીવન જોખમે અને પરિવારની ચિંતા કાર્ય વગર દર્દીઓની રાતદિવસ સેવા કરતા તબીબોનું સરકાર દ્વારા કોરોના વોરિયર્સ તરીકે સન્માન કરી પાત્ર પાઠવવામાં આવ્યું હતું જયારે હડતાલ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબો દ્વારા તે સર્ટિફિકેટ પરત કરવામાં આવ્યા છે અને મારસિયું ગીત હે રામ…. વગાડી અને રામધૂન બોલી વિરોધ પ્રદશન કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ,ભાવનગર,જામનગર,ગાંધીનગર,સુરતમાં કુલ થઇ 4000 જેવા તબીબો હડતાલ પર ઉતર્યા છે ઉલ્લેખનીય છે કે તબીબોએ હાલ ઈમર્જન્સી સેવાઓમાંથી પણ હાથ ખેંચી લીધો છે ઉપરાંત ભાવનગર અને જામનગરમાં પીજી,હોસ્પટલમાં રહેતા તબીબોને તાત્કાલિક ધોરણે રૂમ ખાલી કરાવી દેવામાં આવ્યા હતા ને સાથો સાથ જામનગરમાં તબીબોના રૂમ ઇલેક્ટ્રીસીટી કાપી લેવામાં આવી હતી  અને રાજકોટમાં હોસ્ટેલમાં રહેતા 30 તબીબોને  રૂમ ખાલી કરવા માટેની નોટિશ આપવામાં આવી હતી જેથી હડતાલ વધુ ઉગ્ર બની છે

strike 2

હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોના મતે જ્યારે સિવિલ હોસ્પિટલમાં તેમની નિમણૂક કરવામાં આવી ત્યારે 10 લાખના બોન્ડ અને સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી આપવામાં આવશે તેવી શરત હતી. પરંતુ 30 તબીબની અન્ય હોસ્પિટલમાં બદલી થતા વિરોધ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગ શરૂ છે ત્યારે જો તેઓની માંગ નહિ સંતોષાય તો એ પણ બંધ કરવાની તૈયારી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.હાલ જયારે બોન્ડેડ તબીબોની હડતાળ યથાવત છે અને તબીબો તેમની માંગ પર અડગ ત્યારે સરકાર દ્રારા તબીબી પર દબાણ લાવવા આકરા પગલા લેવાનુ શરુ કર્યું છે.અને સરકાર અને તબીબો આમને સામને થયા છે

ગેરવ્યાજબી માંગણી ક્યારેય નહિ સ્વીકારાય : નીતિન પટેલ

તબીબો સાથે ચર્ચા માટે સરકાર તૈયાર

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા આજ રોજ આવેદન આપવામાં આવ્યું છે કે, રેસિડેન્ટ તબીબોની માંગ અયોગ્ય અને ગેરવ્યાજબી છે.અને તબીબો તેની બિનશરતી હડતાળને પૂર્ણ કરી કામ પર પરત લાગે જેથી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે નહીં  અને તેઓ તાત્કાલિક ફરજ પર પાછા જોડાવા સૂચન કર્યું છે. આમ ન કરવા પર સરકાર દ્વારા આવા તબીબો સામે એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ શકે છે.સાથે તબીબો સાથે ચર્ચા કરવા માટે સરકાર તૈયાર થઇ છે ઉપરાંત શનિવારના  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી  તબીબોની હડતાળ અયોગ્ય ગણાવી હતી અને પોતાની ફરજ પર લાગવાની તબીબોને સૂચન કર્યું હતું.

પરંતુ તબીબો ઝુકવાના મૂડમાં ના હોઈ તેવું લાગી રહ્યું છે અને અલગ અલગ રીતે વિરોધ પ્રદશન કરી રહ્યા છે જેમાં રક્તદાન કરી વિરોધ પ્રદશન કર્યો હતો અને આજે તેઓ દ્વારા વોરિયર્સના પરિપત્રો પરત કરી અને રામધૂન બોલી વિરોધ પ્રદર્શન કર્યો છે સાથે તબીબો સાથે લોકો પણ જોડાઈ રહ્યા છે અને તેઓને સપોર્ટ કરી રહ્યા છે જયારે સરકાર તબીબોની હડતાલ તોડવા માટે અનેક પ્રયાસો કરી રહી છે અને દ્રઢ સઁકલ્પ કરીને હડતાલ પર ઉતરેલા તબીબો જ્યાં સુધી તેઓની માંગણીઓને સંતોષવામાં નહિ આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવામાં આવશે અને હડતાળના કારણે મારો દર્દીઓ પર આવી રહ્યો છે રેસિડેન્ટ તબીબોના હોવાથી લાંબી દર્દીઓની કતારો લાગી છે અને સારવાર માટે રઝરી રહ્યા છે જયારે વડોદરામાં હડતાલના કારણે એક યુવાનનું સમયસર સારવારના મળતા મોટ નીપજ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.