સરકારે માંગણી નહિ સ્વીકારતા તબીબો ભગવાનના દ્વારે
શનિવારે મહારેલી યોજી કલેક્ટરને આવેદન આપી હડતાલને ઉગ્ર બનાવશે
લાભો આપી અને પરત ખેંચી લેતી સરકાર પાસે તબીબોને કોઈ જવાબો ના મળતા તેઓ ભગવાનના દ્વારે પોહ્ચ્યા છે.જેથી 180 તબીબો દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવીડ બિલ્ડિંગમાં બેસી અને રામધૂન ગાઈને વિરોધ પ્રદશન કર્યો છે.અને હડતાળને ઉગ્ર બનાવવા માટે શનિવારે મહા રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર દેવામાં આવશે.
“શ્રી રામ જય રામ જય જય રામ” રાજકોટમાં સીવીલ હોસ્પિટલમાં તબીબો દ્વારા રામધૂન ગાઈ અને પોતાના સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા વિરોધ પ્રદશન કર્યું હતું.સરકારે લાભો આપી અને પાછા ખેંચી લેતા તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી રહી છે અને જો માંગણીઓ સ્વીકારવામાં નહિ આવે જ્ઞિં તબીબો આદોલનને ઉગ્ર બનશે તેવા દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે.
માઁગણીઓમાં એડહોક સેવા વિનીમીયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, 1પ ટકા સીનીયર ટપુટરો ને ત્રીજા ટીકુનો લાભ આપવો જેવી વગેરે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી નથી આ ઉપરાંત તા. રર-11 ના એક નવો ઠરાવ કરવામાં આવ્યો છે. જેમાં મહત્તમ પગાર 2,37,500/- થી ઘટાડી 2,24,500 કરવામાં આવ્યો છે. અને 2012માં મોદી સરકારે આપેલ પર્સનલ પેનો લાભ પણ પાછો ખેંચી લેવામાં આવ્યો છે.અને નવો ઠરાવ બહાર પાડી મહત્તમ પગાર મર્યાદા 2,24,500 કરવામાં આવી છે. જેના કારણે તબીબો દ્વારા હડતાલ પાડી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે.