ડો.અગ્રાવતને પેથોલોજી વિભાગમાં રિસર્ચ અને આઈ.સી.એમ.આર.માં રિસર્ચ બદલ ડો.ડી.એસ.મુનાગેકર એવોર્ડથી સન્માનિત કરાયા
રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો.અમિત એચ.અગ્રાવતને તાજેતરમાં બેંગ્લોર ખાતે યોજાયેલ કોન્ફરન્સમાં રીસર્ચ માટેનો રાષ્ટ્રીય કક્ષાનો સર્વોતમ એવોર્ડ નસ્ત્રડો.ડી.એસ.મુનાગેકર એવોર્ડથથ એનાયત કરવામાં આવ્યો છે. રાજકોટ મેડીકલ કોલેજના સહ-પ્રાધ્યાપક ડો.અમિત અગ્રાવતને રાજકોટ તબીબી જગતને રાષ્ટ્રીય કક્ષાએ ગૌરવ અપાવતા ઈન્ડિયન મેડીકલ એસોસીએશન-રાજકોટના તમામ વરિષ્ઠ તબીબો સહિત રાજકોટના તબીબો દ્વારા શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.
ઈન્ડિયન મેડીકલ એસોસીએશનની રાષ્ટ્રીય કોન્ફરન્સ તાજેતરમાં બેંગ્લોર ખાતે મળી હતી. આઈ.એમ.એ. દ્વારા મેડીકલ રીસર્ચ માટે ખાસ એવોર્ડ નસ્ત્રડો.ડી.એસ.મુનાગેકર એવોર્ડથથ દેશભરના તબીબોમાંથી શ્રેષ્ઠ રીસર્ચ કરનાર એક તબીબને આપવામાં આવે છે. આ વખતે આ એવોર્ડ માટે રાજકોટના યુવા પેથોલોજીસ્ટ ડો.અમિત અગ્રાવતની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી.
ડો.અગ્રાવતને પેથોલોજી વિભાગમાં રીસર્ચ તથા આઈ.સી.એમ.આર.માં રીસર્ચ ઉપરાંત અલગ અલગ ટેક્ષટ બુકમાં મહત્વનું યોગદાન આપેલ હોય આઈ.એમ.એ. ન્યુદિલ્હી હેડ કવાર્ટરના જજની પેનલ દ્વારા ડો.અગ્રાવતની આ એવોર્ડ માટે પસંદગી થઈ હતી. બેંગ્લોર ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કોન્ફરન્સમાં આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય પ્રમુખ ડો.રવિ વાનખેડેકરના હસ્તે ડો.અગ્રાવતને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજકોટ તબીબી જગતને ગૌરવ અપાવનાર આઈ.એમ.એ.ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડયા, વર્લ્ડ મેડીકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો.કેતન દેસાઈ, એસોસીએશનના નવનિયુકત પ્રમુખ કલકતાના ડો.શાન્તાનું સેન સહિત દેશભરના તબીબ અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.