પાંચ પોલીસ સ્ટેશનના પાંચ કર્મચારીને કોપ ઓફ ધ મન્થ એવોર્ડ ,માલવીયાનગરના પીએસઆઈ વી.કે.ઝાલા અને પ્ર.નગર કે.ડી. પટેલનું સન્માન
પોલીસના પ્રત્યેક પરિવારને પોતીકાગણી ખૈવના રાખતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ
શહેરમાં લાંબા સમયથી કોન્સ્ટેબલ ની જોવાતી રાહ સાથેની આતુરતાની અંત આવ્યો છે. પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 127 ને એક સાથે બઢતી આપી પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દિવાળી ગીફટ આપી હોય તેવા ખુશીનો માહોલ પોલીસ પરિવારમાં જોવા મળ્યો છે.
વધુ વિગત મુજબ આજી ડેમ પોલીસ મથકના 8, એ ડીવીઝન ના 4, એમ.ઓ.બી. 1, એમ.ટી. ર, એરપોર્ટ પ, એસસી એસટી સેલ-1, ક્ધટ્રોલ રુમના 1, કયુઆરટી (એસ.ઓ.જી.) 1, કુવાડવા 1ર, પાસપોર્ટ 1, સ્પેશ્યલ બ્રાંચ 1, ગાંધીગ્રામ 8, યુનિ. 9, ટ્રાફીક 10, ક્રાઇમ 1 , થોરાળા 11, પેરોલ ફર્લો સ્કોડ 1, પ્રતિનિયુકિત આઇબી-1, પ્ર.નગર 4, બી ડીવીઝન ર, ભકિતનગર પ, મહિલા 1ર, માલવીયા 4, તાલુકા 7, સાયબર 8 અને પોલીસ હેડ કવાર્ટરમાં ફરજ બજાવતા પ સહીત 1ર7 કોન્સ્ટેબલને હેડ કવાર્ટર તરીકે બઢતી આપવામાં આવી છે.
પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ જેમાં 17 અનાર્મ્ડ પોલીસ હેડ કોન્સ. ને અનાર્મ્ડ એ.એસ.આઇ. તરીકે તથા 103 અનાર્મ્ડ પો. કોન્સ. ને અનાર્મ્ડ પોલીસ હેડ કોન્સ. તરીકે તથા 01 આર્મ્ડ પો. હેડ કોન્સ. ને આર્મ્ડ એ.એસ.આઇ. તરીકે તથા 01 આર્મરર પો. હેડ કોન્સ. ને આર્મરર એ.એસ.આઇ. તરીકે તથા 05 આર્મ્ડ પો. કોન્સ. ને આર્મ્ડ પોલીસ હેડ કોન્સ. તરીકે એમ કુલ 127 પોલીસ કર્મચારીઓને બઢતી આપવામાં આવેલ છે.
શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા દીવાળીની ભેટ સ્વરૂપે શહેર પોલીસ દળમાં ફરજ બજાવતા કુલ 127 કર્મચારીઓને બઢતી આપવામાં આવતા રાજકોટ શહેર પોલીસ દળમાં હર્ષની લાગણી ફેલાયેલ છે
શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને કોપ ઓફ ધ મંથ જાહેર કરી પ્રશંસાપત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ તેમજ શહેરમાં ફરજ બજાવતા પો. સબ ઇન્સ. જેઓએ સારી કામગીરી કરેલ હોય જેમાં માલવીયાનગર પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પ્ર.નગર પો.સ્ટે. ના પો. સબ ઇન્સ. કે.ડી.પટેલ નાઓની કામગીરીને પ્રોત્સાહીત કરી તેઓને પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવેલ તેમજ શહેરના તમામ પોલીસનોની કામગીરીની સમીક્ષા કરી સારી કામગીરીમાં માલવીયાનગર પો.સ્ટે. પ્રથમ તથા મહિલા પો.સ્ટે. દ્વીતીય ક્રમે આવેલ હોય જેઓને પણ પ્રોત્સાહીત કરવામાં આવેલ.
તમામ સુવીધાઓ મળી રહે તે માટે શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ પરિવારના બાળકો માટે અલગ અલગ રમત ગમતના ગ્રાઉન્ડો બનાવવામાં આવેલ છે તેજ રીતે બાળકો તથા વૃધ્ધો માટે એક સુંદર વાતાવરણ મળી રહે તે માટે બગીચા તથા ચીલ્ડ્રન પ્લે એરીયા પણ બનાવવામાં આવેલ છે
તેમજ પોલીસ પરિવારને પ્રસંગોપાત વ્યાજબી કિંમતમાં પાર્ટપ્લોટ મળી રહે તે માટે રામનાથપરા પોલીસ લાઇન ખાતે જુની જેલ જે ખંઢેર હાલતમાં હતી જયા હેરીટેજ ટાઇપ કોમ્યુનીટી હોલ બનાવવામાં આવેલ છે તેમજ પોલીસ પરિવારને વ્યાજબી કિંમતે જીવનજરૂરી ચીજવસ્તુ મળી રહે તે માટે પોલીસ મુખ્ય મથક ખાતે કેન્ટીન પણ કાર્યરત છે તેજ રીતે પોલીસ લાઇન ખાતે ગેસના સીલીન્ડરો દ્વારા ગેસ પુરો પાડવામાં આવતો તેની જગ્યાએ ગેસની પાઇપલાઇન દરેક કવાટર ખાતે મળી રહે જેનુ કામ હાલ ચાલુમાં છે
તેમજ ઇલેકટ્રીક બચત થાય તે માટે સોલાર પેનલ પણ લગાવવામાં આવેલ છે તેમજ પોલીસ પરિવારમાં જેઓને સમાન્ય બીમારી હોય તેઓને દવાખાને જવુ ન પડે તે માટે શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ ટેલીમેડીસીન યોજના શરૂ કરવામાં આવનાર છે જેમાં કોઇપણ પોલીસ પરિવારના સભ્યને સામાન્ય બીમારી હોય જે ફોન મારફત જાણ કરી અને તે અંગેની સારવારની દવાઓ મેળવી શકાશે જે પોલીસ પરિવારના જીવનધોરણમાં સુધારો લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવેલ છે.
શહેર પોલીસ દ્વારા કોરોના વાયરસની મહામારી સમયે રાત દિવસ લોકોની સુરક્ષા માટે કામગીરી કરવામાં આવેલ જેના પરિણામે લોકોને કોરોના વાયરસની મહામારીથી બચવા માટે જાગૃતી ફેલાવી શકાયેલ જેથી કોરોના વાયરસનો ફેલાવો અટકાવી શકાયેલ હોય તેમજ મુખ્ય શહેરોમાં શહેરનો ક્રાઇમ રેટ ઓછો છે
તેમજ ચાર્જશીટ દાખલ કરવામાં પ્રથમ ક્રમાંક છે જે એન.સી.આર.બી. દ્વારા જાહેર કરવામાં આવેલ હોય જે તમામ રાજકોટ શહેર પોલીસ કર્મચારીઓની કામગીરીથી શકય બનેલ હોય જેથી શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા પોતાના વક્તવ્યમાં તમામ શ્રેય પોલીસ કર્મચારીઓને આપવામાં આવ્યો હતો.