મહિલા અભયમ-181ની ટીમે વધુ એક વાર સરાહનીય કામગીરી કરી ત્યક્તાનું જીવન બચાવ્યું છે.રવિવારે આજી ડેમ પોલીસ સ્ટેશન સ્થિત 181ની ટીમને ફોન પર જાણકારી મળી કે એક મધ્યવયસ્ક મહિલા આજી ડેમ ખાતે આપઘાત કરવાની કોશિશ કરી રહી છે, ફોન મળતાં જ 181ની ટીમ વિના વિલંબે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરાતાં જાણવા મળ્યું હતું કે, અંદાજે આઠેક વર્ષ પહેલા મહિલાના તેના પતિથી છૂટાછેડા થઈ ગયા હતા.લગ્નથી થયેલા બે પુત્રો સાથે તે મહિલા પોતાના પિયરે રહીને મજૂરીકામ કરીને જીવન વ્યતીત કરતી હતી. પિયર પક્ષના લોકો ત્રાહિત મહિલાને સાચવવાને બદલે તેને હેરાન કરતા હતા. તેમનો દીકરો પણ મહિલાને ત્રાસ આપતા આખરે કંટાળી અંતિમ પગલું ભરવાનું મહિલાએ નક્કી કર્યુ હતુ.

પરંતુ આજી ડેમની ઘટના બાદ 181 ની ટીમે મહિલા ઉપરાંત, તેના પુત્રનું પણ કાઉન્સેલીંગ કર્યું હતુ. માતાને ત્રાસ આપતા દીકરાને પણ પોતાની ભૂલ સમજાઈ હતી. તેને ફરી વખત આવુંનહીં કરવાની કબૂલાત આપી હતી. 181ની ટીમની સમજદારીથી માતા-પુત્ર વચ્ચે સમાધાનથયું હતું અને પરિવાર હસતો-રમતો પોતાના ઘરે પરત ફર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.