ચોટીલા (૧.૯૭ કરોડ), મોરબી (૧.૨૪ કરોડ), ધ્રાંગધ્રા (૩.૦૯ કરોડ), ગોંડલ (૪.૬૦ કરોડ) એસ.ટી ડેપોની શે કાયાપલટ
રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ચાર ડેપોને આવતા એક વર્ષમાં ‚રૂ.૧૦.૯૦ કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવનાર હોવાનું વિભાગીય નિયામક દિનેશભાઈ જેઠવાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું.
રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ જુદા જુદા ૯ ડેપોનો સમાવેશ થાય છે. મુસાફરોને ઉત્તમ સગવડતા મળી રહે તે માટે આવતા એક વર્ષમાં ચાર એસ.ટી.ડેપોને અત્યાધુનિક બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ચોટીલાના એસ.ટી.ડેપોને ‚રૂ.૧.૯૭ કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવશે. આ બસ સ્ટેન્ડને બનતા અંદાજીત ૧૦ માસનો સમયગાળો થશે.
તેવી જ રીતે મોરબી જૂના બસ સ્ટેન્ડના નવિનીકરણની કામગીરી હા ધરવામાં આવી છે. મોરબીમાં અગાઉ નવું બસ સ્ટેન્ડ બનાવવા બાદ જૂનું બસ સ્ટેન્ડ હાલ કાર્યરત છે. જેને આવતા ૧૦ માસમાં ‚રૂ.૧.૨૪ કરોડના ખર્ચે અત્યાધુનિક બનાવવામાં આવશે. તેમજ ધ્રાંગધ્રામાં પણ આવતા દિવસોમાં મુસાફરોને નવા બસ સ્ટેન્ડની ભેટ મળશે.
રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ધ્રાંગધ્રા એસ.ટી.ડેપોને હાઈટેક બનાવવાની કામગીરી પણ ગયા મહિને શરૂ કરી દેવામાં આવી છે. મુસાફરોને બેઠક વ્યવસ્થા, પાણી, શૌચાલય, પુછપરછ, ટીકીટબારી, કેન્ટીન સહિતના તમામ સુવિધાઓ નવા બસ સ્ટેન્ડમાં પ્રાપ્ત શે. ધ્રાંગધ્રા એસ.ટી.ડેપોને ‚રૂ.૩.૦૯ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
તેવી જ રીતે ગોંડલ એસ.ટી.ડેપોને પણ આગામી દિવસોમાં ‚રૂ.૪.૬૦ કરોડના ખર્ચે કાયાપલટ કરાશે. હાલ ગોંડલમાં જે એસ.ટી.બસ સ્ટેન્ડ કાર્યરત છે તેમાં સુધારો કરીને નવિનીકરણ કરવામાં આવશે. એક સો વધુ બસો સમાવી શકાય અને મુસાફરોને પણ સરળ અને ઉત્તમ સુવિધા મળી રહે તે પ્રકારની તમામ વ્યવસઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આમ રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળ આવતા ૯ ડેપો પૈકી હાલના તબકકે ચોટીલા, મોરબી, ધ્રાંગધ્રા અને ગોંડલ ડેપોના નવિનીકરણની કામગીરી હા ધરાશે.