પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર ડિવિઝનલ રેલવે ગ્રાહક સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું.
આપછી, સમિતિના અધ્યક્ષ અને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને માનનીય સભ્યોને ડિવિઝનની ઉપલબ્ધિઓ અને મુસાફરોની સુવિધાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ સમય દરમિયાન, સમિતિના સભ્યો પોતપોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ ઝડપથી પૂર્ણ કરવા, નવી ટ્રેનો દોડાવવા, ટ્રેનોનાસ્ટોપેજમાં વધારો, ટ્રેનોનું વિસ્તરણ, ડબલ ટ્રેક અને ઈલેક્ટ્રીફિકેશન વગેરે ના કામો ઝડપથી પૂરા કરીને મુસાફરોને વધુ સારી સુવિધા પૂરી પાડવાની રજૂઆત કરી હતી અને મૂલ્યવાન સૂચનો આપ્યા હતા.
આ મીટીંગમાં માનનીય સભ્યોમાં પાર્થિવકુમાર ગણાત્રા, દીપક ભાઈ રવાણી, ચંદુલાલબારાઈ, ચંદ્રવદનપંડ્યા, નૌતમ બારસીયા, જયેશભાઈ બોઘરા, શ્રી હરિકૃષ્ણ જોષી, હેમુભાઈપરમાર, ડો.હિતેશ શુક્લ અને પ્રવીણસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વીચંદ્રશેકર અને રેલવેના વિવિધ વિભાગોના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.