રાજકોટ રેલવે ડીવીઝને વર્ષ 2020-21 માટે પશ્ર્ચિમ રેલવેમાં પરિચાલન, સેફટી, સિગ્નલ અને ટેલીકોમ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ 66માં રેલ સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ત્રણ પ્રતિષ્ઠિત જનરલ મેનેજર એફિશિયન્સી (કાર્યક્ષમતા) શિલ્ડ મેળવ્યાં છે.
આ અંગે વધુ વિગતો આપતા સીનીયર ડીસીએમ અભિનવ જેફે જણાવ્યું હતું કે મુંબઇ સેન્ટ્રલ ખાતે આયોજીત આ એવોર્ડ સમારોહમાં પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર દ્વારા આ ત્રણેય શિલ્ડ રાજકોટ વિભાગીય રેલવે મેનેજર પરમેશ્ર્વર ફુંકવાલને અર્પણ કરવામાં આવ્યા હતા. રાજકોટ સ્ટેશન પર પહોચતા ડીઆરએમ ફુંડવાલ, એડીઆર એમ ગોવિંદ પ્રસાદ સૈની, વરિષ્ઠ વિભાગીય પરિચાલન પ્રબંધક આર.સી.મીના, વરિષ્ઠ વિભાગીય સુરક્ષા અધિકારી એન.આર. મીનાનું વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓએ ઢોલ નગારા વગાડી ભવ્ય સ્વાગત કર્યુ હતું.
ડીઆરએમ ફુંકવાલે રાજકોટ વિભાગ દ્વારા પ્રાપ્ત ત્રણ પ્રતિષ્ઠિત શિલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ ગણાવ્યું હતું. અને સૌને અભિનંદન પાઠવ્યા હતા. પ્રથમ શિલ્ડ રાજકોટ ડીવીઝનના ઓપરેટીંગ વિભાગ દ્વારા પેસેન્જર અને ગુડસ ટ્રેનોનું સુપેરે પરિચાલન કરવા માટે, બીજુ શિલ્ડ સેફટી વિભાગને ટ્રેનોના પરિચાલન દરમ્યાન યાત્રિકોની સુરક્ષાનું પુરુ ઘ્યાન રાખવા માટે તથા ત્રીજું શિલ્ડ સિગ્નલ અને ટેલીકોમ વિભાગના સંચાલન દરમ્યાન મુસાફરોની સંપૂર્ણ કાળજી લેવા માટે એનાયત કરાયું હતું.
આ ઉપરાંત રાજકોટ વિભાગના વિવિધ વિભાગોના ચાર અધિકારીઓ અને 6 કર્મચારીઓને તેમની ગુણવર્તા પૂર્ણ સેવા અને વર્ષ 2020-21 માં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વ્યકિતગત સ્તરે જીએમ એવોર્ડ આપવામાં આવ્યો છે.
જેમાં તુષાર મિશ્રા (ડેપ્યુટી ચીફ એન્જીનીયર- ક્ધસ્ટ્રકશન) રૂપકિશોર બધેલ (ડેપ્યુટી ચીફ સિગ્નલ અને ટેલીકોમ એન્જીનીયર), કેશવકુમાર (સહાયક વિભાગીય સિગ્ન અને ટેલીકોમ એન્જીનીયર), અજય નિશ્ર્ચલ (સહાયક વિભાગીય ઇજનેર), વિજયકુમાર પ્રસાદ (લાઇનમેન ગ્રેડ ટુ સુરેન્દ્રનગર), રાજકુમાર કોહલી (સીનીયર સેકશન એન્જીનીયર રાજકોટ), રૂપેશકુમાર (ટ્રેક વેલ્ડર, રાજકોટ), જયોત્સના મકવાણા (સીનીયર નસિંગ સુપ્રિટેન્ડન્ટ, રાજકોટ) જયેશ વીવી (ગેટમેન ચમારજ) નો સમાવેશ થાય છે.
આ પ્રતિષ્ઠિત શિલ્ડ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને સમર્પણનું પરિણામ: પરમેશ્વર ફુંકવાલ (ડી.આર.એમ)
રાજકોટ રેલવે મંડળના ડી.આર. એમ. પરમેશ્ર્વર ફુંકવાલએ જણાવ્યું હતું કે, રેલવે મંડળ તરફથી ત્રણ-ત્રણ શીલ્ડ મળ્યા છે રાજકોટ રેલવે મંડળને 2020-21 દરમ્યાન કાર્ય નિષ્પાદન અને પરિચાલન ભાગની દક્ષતા પ્રાપ્ત થઇ છે. રેલવેની પેસેન્જર ટ્રેન અને ગુડઝ ટ્રેનનું ઓપરેશન છે તે માટે સેફટી સર્વોપરી સુરક્ષા ની દષ્ટિએ રાજકોટ મંડળને બીજુ શિલ્ડ મળ્યું છે. ત્રીજી શિલ્ડ સિગ્નલ ટેલીકોમીનીકેશન કર્યુ રાજકોટ મંડલમાં મુખ્યત્વે મીકેનીકલ ટાઇપના સિગ્નલ છેજુનો ઇન્ટરલોકીગ પઘ્ધતિને બદલવા કલરલાઇટ સિગ્નલ, ઇલેકટ્રોનીક સિગ્નલ ની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇડિવિઝયુલ એવોર્ડ પણ રાજકોટ ડીવીઝનને મળ્યા છે.
દર અધિકારીઓને મહાપ્રબધક ના રુપ મા એવોર્ડ મળ્યો છે. એ બધા એ સુરક્ષાની દ્રષ્ટિથી કાર્ય નિષ્પાંદ મા ઉત્કૃષ્ટ કામગીરી કરી છે એટલે આ એવોર્ડ મળ્યો છે. રાજકોટ મંડલ બહુ ઝડપથી બે ક્ષેત્રમાં લક્ષ્ય રાખે છે. પહેલું ક્ષેત્ર સુરેન્દ્રનગર-રાજકોટનું ડબ્લીગ પ્રોજેકટ છે તેમા ઝડપથી કામગીરી પૂર્ણ કરવા માગે છીએ લેન્ડ પોઝીસનનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. આગલા બે મહિનામાં કાર્ય પૂર્ણ થઇ જશે 2021-22 સુધીમાં દીકસરથી રાજકોટ સુધીનું દહોરી કરણ પુરુ થશે તેની સાથે ઇલેકટ્રેસીયન કાર્ય જે પૂરજોશ
ચાલી રહ્યું છે તે સુરેન્દ્રનગરથી ઓખા સુધી થઇ શકે મુખ્ય લક્ષ્ય છે. બીજા સંરક્ષણ સાથે કાર્ય જોડાયેલા રહેશે. મુખ્યમંત્રીએ ગુજરાતને એ નારો આપ્યો છે. ફાટક મુકત ગુજરાત ફાટકનું એલીમેશન લેવલ ક્રોસીંગ ગેટ છે. એ સુરક્ષા માટે મોટું ખતરો છે. તેનું એલીમેશન કરાશે રોડ અંડર બ્રિજ બનાવી કે રોડ ઓવર બ્રીજ બનાવી કરી અથવા બીજા ફાટકને જોડીને કરીયે તેનું ઉપર પણ અમારું ફોકસ બનશે આ વર્ષ રેલવે પાસે પ્રોજેકટ ના ખર્ચા માટે ભારતીય રેલવે માટે ર લાખ 1પ હજાર કરોડ આપણા કેન્દ્રીય નેતૃત્વએ પ્રદાન કરી છે. એ માટે આ રૂપિયાનું સદઉપયોગ કરી. આગલા વર્ષ કોરોના ચુનોતી હતું ત્યારે બધુ બંધ હોતું ત્યારે રેલવેએ આગળ આવી સમીની સ્પેશ્યલ ટ્રેન સંચાલન કરીયુ ફ્રેન્ટ લાઇન સ્ટાફ બિલકુલ નિડર થઇને 1 લાખ 17 હજાર લોકોને તેના સ્થળ પર પહોચાડીયા હતા.