વિર્દ્યાીઓ રાજી: શહેરના મુખ્ય માર્ગો ઉપર રાસ-ગરબાની રમઝટ સાથે છાત્રો ઝુમી ઉઠયા
સૌરાષ્ટ્રભરમાં ધો.૧ર સાયન્સના પરિણામમાં રાજકોટ ત્રીજા નંબરે: ૯૪.૦૨% સાથે બોટાદ પ્રથમ અને ૯૩.૯૨% સાથે મોરબી જિલ્લો બીજા ક્રમે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૭માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું આજે શિક્ષણ બોર્ડે સત્તાવાર ૮૧.૮૯ ટકા પરિણામ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું ૯૩.૨૪ ટકા પરિણામ જાહેર તા વિર્દ્યાીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે.
શિક્ષણ બોર્ડ દ્વારા વિર્દ્યાીઓ અને વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતા તે ધો.૧૨ સાયન્સનું આજે પરિણામ જાહેર યું છે. જેમાં રાજયનું ૮૧.૮૯ ટકા, સૌરાષ્ટ્રનું ૮૭ ટકા અને રાજકોટ જિલ્લાનું ૯૩.૨૪ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ સાયન્સના પરિણામમાં ૨ ટકા જેટલો વધારો યો છે.
રાજકોટ જિલ્લામાં માર્ચ ૨૦૧૭માં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ૧૧૧૦૮ વિર્દ્યાીઓ નોંધાયા હતા. જેમાંી ૧૦૯૫૭ વિર્દ્યાીઓએ ઉપસ્તિ રહી પરીક્ષા આપી હતી. જેમાં ૮૭ વિર્દ્યાીઓને એ-૧ અને ૭૪૪ વિર્દ્યાીને એ-૨ ગ્રેડ યો છે. આ ઉપરાંત ૧૪૩૫ વિર્દ્યાીઓને ગ્રેડ, ૨૦૧૧ વિર્દ્યાીઓને ગ્રેડ, ૨૬૫૧ વિર્દ્યાીઓને ગ્રેડ, ૨૬૩૭ વિર્દ્યાીઓને ગ્રેડ, ૬૫૦ વિર્દ્યાીઓને ડી ગ્રેડ પ્રાપ્ત યો છે.
રાજકોટ જિલ્લામાં સાયન્સની પરીક્ષામાં ૭૪૧ વિર્દ્યાીઓ નાપાસ યા હોવાનું પણ જાણવા મળ્યું છે. સવારે ૧૦ કલાકે રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામની સત્તાવાર જાહેરાત કરતા અને ગયા વર્ષની સરખામણીએ ઉંચુ પરિણામ આવતા વિર્દ્યાીઓ અને વાલીઓમાં ખુશીની લહેર ફરી વળી છે. રાજકોટના મુખ્ય માર્ગો પર જુદી જુદી શાળાઓના વિર્દ્યાીઓએ બોર્ડની પરીક્ષામાં સારા ગુણ પ્રાપ્ત કરવા બદલ વાજતે-ગાજતે રાસ ગરબાની રમઝટ સો ઉજવણી કરી હતી.
રાજકોટના રસ્તા ઉપર જાણે ઉત્સવ છવાયો હોય તેમ જુદી જુદી સ્કુલો દ્વારા ઢોલ-નગારા સો બોર્ડના પરિણામમાં પોતાની સ્કુલના વિર્દ્યાીઓના ઝળહળતા પરિણામની ઉત્સાહભેર ઉજવણી કરી હતી.
ગોંડલ સતત ચોથા વર્ષે સર્વોચ્ચ પરીણામ ધરાવતુ કેન્દ્ર બન્યું
ધો.૧૨ સાયન્સનું આજે પરીણામ જાહેર થયું છે. જેમાં સૌથી વધુ પરીણામ ધરાવતા કેન્દ્રમાં ગોંડલને સતત ત્રીજા વર્ષે રાજયભરમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ગોંડલ કેન્દ્રનું વર્ષ ૨૦૧૪માં ૧૦૦ ટકા પરીણામ, ૨૦૧૫માં ૯૯.૭૩ ટકા પરીણામ, ૨૦૧૬માં ૯૭.૧૮ ટકા પરીણામ અને ૨૦૧૭માં ૯૮.૭૭ ટકા સાથે સતત ચોથા વર્ષે રાજયભરના કેન્દ્રોમાં ટોચ ઉપર રહ્યું છે.
આ વર્ષે પરિણામની ટકાવારી વધીએ–૧ અને એ–ર ગ્રેડના છાત્રો ઘટ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા ૮૧.૮૯ ટકા પરીણામમાં ગયા વર્ષના જાહેર થયેલા ૭૯.૦૩ ટકા પરીણામ કરતા વધારો નોંધાયો છે. એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૨ સાયન્સના પરીણામમાં ૨.૮૬ ટકાનો વધારો થયો છે. જ્યારે એ-૧ ગ્રેડમાં ગયા વર્ષે ૭૬૩ છાત્રોની સામે આ વર્ષે ૫૮૯ છાત્રો અને એ-ર ગ્રેડમાં ગયા વર્ષે ૫૩૯૯ની સામે આ વર્ષે એ-ર ગ્રેડમાં ૫૧૭૯ વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.
ગયા વર્ષની સરખામણીએ ધો.૧૨ સાયન્સનું પરિણામ ૨.૮૬ ટકા વધ્યું
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું આજે ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર કરાયું છે. ગયા વર્ષે આ પરીણામની ટકાવારી ૭૯.૦૩ ટકા રહી હતી એટલે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ધો.૧૨ સાયન્સના પરીણામમાં ૨.૮૬ ટકાનો વધારો થયો છે.
સૌરાષ્ટ્રનું ૮૭.૫૬% પરિણામ: બોટાદ જિલ્લો રાજ્યમાં મોખરે
ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના આજે જાહેર થયેલા પરીણામમાં રાજયનું પરીણામ ૮૧.૮૯ ટકા જાહેર થયું છે. જયારે સૌરાષ્ટ્રનું ૮૭.૫૬ ટકા પરીણામ આવ્યુંં છે. સૌરાષ્ટ્ર અને રાજયભરમાં બોટાદ જિલ્લો સૌથી વધુ ૯૪.૦૨ ટકા સાથે મોખરે રહ્યો છે. જયારે અમરેલીનું ૮૩.૯૧ ટકા, જામનગરનું ૮૭.૫૭ ટકા, જુનાગઢનું ૯૧.૦૬ ટકા, ભાવનગરનું ૮૮.૫૩ ટકા, રાજકોટનું ૯૩.૨૪ ટકા, સુરેન્દ્રનગરનું ૮૮.૯૬ ટકા, પોરબંદરનું ૭૦.૬૧ ટકા, બોટાદનું ૯૪.૦૨ ટકા, દેવભૂમિ દ્વારકાનું ૯૦.૬૬ ટકા ગીર-સોમનાથનું ૮૦.૭૦ ટકા અને મોરબી જિલ્લાનું ૯૩.૯૨ ટકા પરીણામ જાહેર થયું છે.
સાયન્સના પરિણામમાં આ વર્ષે વિર્દ્યાથીઓએ બાજી મારી
ધો.૧૨ સાયન્સના આજે જાહેર યેલા પરિણામમાં આ વર્ષે ૮૨.૦૬ ટકા સો વિર્દ્યાીઓએ બાજી મારી છે. છેલ્લા ઘણા વર્ષોી ધો.૧૦, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં મોટાભાગે વિર્દ્યાીઓ કરતા વિર્દ્યાનિીઓનું પરિણામ ઉંચુ આવતું હોય છે.
ગયા વર્ષે પણ ધો.૧૨ સાયન્સમાં વિર્દ્યાનિીઓની પરિણામની ટકાવારી ઉંચી રહી હતી. જયારે આજે જાહેર યેલા ધો.૧૨ સાન્સના પરિણામમાં વિર્દ્યાનિીઓને ૮૧.૬૦ ટકા ટકાવારી રહી હતી. જયારે વિર્દ્યાીઓનું પરિણામ ૮૨.૦૬ ટકા રહેતા આ વર્ષે વિર્દ્યાનિીઓ કરતા વિર્દ્યાીઓ આગળ રહ્યાં હતા.
શિક્ષણ બોર્ડ દ્વારા પ્રથમ વખત પરિણામના દિવસે જ માર્કશીટ અપાઈ
શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૧.૮૯ ટકા પરીણામ જાહેર કરાયું છે. ત્યારે ગાંધીનગર ખાતે રાજયના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવયું હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે પ્રથમ વખત પરીણામ જાહેર કરવાના દિવસે જ વિદ્યાર્થીઓને માર્કશીટ પણ આપી દેવામાં આવશે. અગાઉ પરીણામ જાહેર થયાના ચાર-પાંચ દિવસ બાદ વિદ્યાર્થીઓને માર્કશીટ મળતી હતી પરંતુ શિક્ષણ બોર્ડની સફળ કામગીરીથી વિદ્યાર્થીઓને પરીણામ જાહેર થયાના દિવસે જ માર્કશીટ પણ હાથમાં આવી જશે.