રાજકોટના ૭ વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં, ૩૬૫ વિદ્યાર્થીઓને એ- ટુ ગ્રેડ : જિલ્લાના ૧૫૯૬ વિદ્યાર્થીઓ નાપાસ
આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામોમાં રાજકોટ જિલ્લાના વિદ્યાર્થીઓએ ફરી એક વખત ડંકો વગાડી ૮૫.૦૩ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહેવાનો સિલસિલો જાળવી રાખ્યો છે, જો કે સમગ્ર રાજ્યમાં પરિણામ ઘટ્યું છે ત્યારે રાજકોટ જિલ્લામાં એ- વેન અને એ- ટુ ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ આજે જાહેર થયેલા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામમોમાં સમગ્ર રાજ્યનું ૭૨.૯૯ ટકા પરિણામ આવ્યું છે જેમાં રાજકોટ જિલ્લો ૮૫.૦૩ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, માર્ચ ૨૦૧૮ માં લેવાયેલ ધોરણ ૧૨ ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ ૧૦૬૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં ૭ વિદ્યાર્થીઓને એ- વન ગ્રેડ, ૩૬૫ વિદ્યાર્થીઓને એ-ટુ ગ્રેડ, ૧૧૫૪ વિદ્યાર્થીઓને બી – વન ગ્રેડ, ૧૭૫૩ વિદ્યાર્થીઓને બી – ટુ ગ્રેડ, ૨૩૨૦ વિદ્યાર્થીઓને સી- વન અને ૨૫૨૨ વિદ્યાર્થીઓને સી- ટુ ગ્રેડ મળ્યો છે.
દરમિયાન ૮૯૩ વિદ્યાર્થીઓમે ડી ગ્રેડ સાથે પાસ થયા છે ઉપરાંત ૧૫૯૬ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા ન હોવાનું જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ૧૨૦ વિદ્યાર્થીઓ સીસીટીવી કેમેરામાં ગેરરીતિ આચરતા જોવા મળતા તેમના પરિણામો અટકાવવામાં આવ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના ચાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com