કોટડા સાંગાણીના સખીમંડળની ૭ બહેનોને ઉત્પાદીત
વસ્તુના વેચાણ અર્થે વિનામુલ્યે દુકાન ફાળવાઈ
મહિલાને આર્થિક રીતે પગભર બનાવવા તથા મહિલા સશક્તિકરણમાટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મીશનમંગલમ યોજના પરીણામલક્ષી અને સફળ પુરવાર થઇ છે. આ યોજના સાથે જોડાયેલી જિલ્લાની સખીમંડળની બહેનોને વિવિધ ગૃહઉદ્યોગો ચલાવવા આર્થિક સહાય પુરી પાડવામાં આવે છે. જે અન્યવે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કોરોનાની મહામારીના સમયમાં પરિવારને આર્થિક હાડમારીથી બચવવા માટે કોટડા સાંગાણી તાલુકાની સખીમંડળની બહેનો માટે અભિનવ કાર્ય કરવામાં આવ્યું છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા વિકાસની ગ્રાન્ટમાંથી કોટડા સાંગાણીના શાપર ખાતે ગ્રામહાટ યોજના અંતર્ગત ૭ દુકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ દુકાનો થકી સખી મંડળની બહેનો જાતે ઉત્પાદન કરેલી વસ્તુઓનો નાનો-મોટો વેપાર કરીને આજીવિકા મેળવી શકે અને તેઓને પ્રોત્સાહન મળે તેવા હેતુસર કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર ૭ બહેનોને દુકાન નિશ્ચિત સમય માટે આપવામાં આવી છે.
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા લાઇવલીહુડ મેનેજર વિરેન્દ્ર બસીયાએ જણાાવ્યું હતું કે મીશનમંગલ યોજના હેઠળ કાર્યરત મહિલાઓને સ્વઉત્પાદિત તથા અન્ય ચિજવસ્તુઓના વેંચાણ માટે એક નિશ્ચીત સ્થળ ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકાર દ્વારા ગ્રામહાટ યોજના અમલી છે. રાજકોટમાં કોટડાસાંગાણી ઉપરાંત ઇશ્વરીયા-માધાપર ખાતે પણ ગ્રામહાટ બનાવાઇ છે. આ ગ્રામહાટમાં આવેલી દુકાનોમાં વેંચાણ વ્યવસ્થા મેળવવા ઇચ્છતી વિવિધ સખીમંડળો પાસે તાલુકા કક્ષાએ અરજીઓ મંગાવી દર ત્રણ માસે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધ્યક્ષની ઉપસ્થતીમાં સમિતી દ્વારા આવેલી અરજીઓ પૈકિ પસંદગી કરેલ અરજદારોને આ દુકાનો વપરાશ માટે વિનામૂલ્યે અપાય છે.