૯૬૦ બુથ ઉપર રસીકરણની પ્રક્રિયા: બાકી રહી ગયેલા બાળકો માટે ૧૭૦૨ ટીમો બનાવાઇ

દેશમાંથી બાળ લકવા નાબુદ માટે બાળલકવા નાબુદી અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનના સારા પરિણામો મળી રહ્યા છે અને દેશમાંથી બાળલકવા નાબુદ થવાની તૈયારી છે. આ અભિયાનના ભાગરુપે ભારત સરકારશ્રી દ્વારા તા.૧૦ માર્ચ ૨૦૧૯ ના રોજ દેશભરમાં અને રાજકોટ જીલ્લાના પાંચ વર્ષથી નીચેના તમામ બાળકોને પોલીયો વિરોધી રસી આપવામાં આવેલ.

રાજકોટ જીલ્લાના પાંચ વર્ષથી નીચેના ૧૯૫૫૯૯ બાળકોને રસી આપવા માટે ૯૬૦ રસીકરણ બુથ બનાવવામાં આવેલ છે. ૯૬૦ રસીકરણ ટીમો બનાવવામાં આવેલ છે. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી આશા, આંગણવાડી કાર્યકર તથા સ્વયસેવકો કામગીરી કરશે. અસરકારક સુપરવીઝન માટે ૧૯૯ સુપરવાઇઝરો નીમવામાં આવેલ છે. અંતરીયાળ વિસ્તાર વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે ૨૪૬ મોબાઇલ ટીમો બનાવવામાં આવી છે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તથા મોટી સંખ્યામાં જયાં લોકો એકત્રિત થાય તેવી જગ્યાઓ માટે ૫૧ ટ્રાન્ઝીટ ટીમો બનાવવામા આવી છે.

તા.૧૦ માર્ચના રોજ પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ બનાવવામાં આવેલ અને ત્યાં પોલીયો વિરોધી રસી દરેક બાળકને આરોગ્ય ટીમ દ્વારા આપવામાં આવેલ બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરશે અને જો રસીકરણમાં બાળક બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે. આ માટે ૧૭૦૨ રસીકરણ ટીમો બનાવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.