જિલ્લા કલેકટર દ્વારા ટુંક સમયમાં ભરતી પ્રક્રિયાને આગળ ધપાવાશે

રાજકોટ જિલ્લામાં એક જિલ્લા સરકારી વકીલ(પબ્લિક પ્રોસિક્યુટર) અને  મદદનીશ સરકારી વકીલ(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર)ની યોજાનાર ભરતી અંતર્ગત રાજ્યના કાયદા વિભાગ દ્વારા નોટિફિકેશન બહાર પાડી રાજકોટ કલેકટર ને જાણ કરવામાં આવ્યું છે આ મામલે કલેકટર કચેરી દ્વારા ટૂંક સમયમાં ભરતી અંગેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવશે.

વધુ વિગત મુજબ રાજકોટ જિલ્લાની અદાલત માટે મ એક જિલ્લા સરકારી વકીલ(પબ્લિક પ્રોસિક્યુટર) તથા એક મદદનીશ સરકારી વકીલ(આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર)ની યોજાનાર ભરતી માટે  નિયત લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો માટે  જિલ્લા સરકારી વકીલની પેનલમાં સમાવિષ્ટ થવા માટે જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા 10 વર્ષથી સક્રિય હોય, 60 વર્ષથી વધુ ઉંમર ન હોય અને નિમણુંકના ઓછામાં ઓછા 5 વર્ષ પુર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોવું અનિવાર્ય છે.

મદદનીશ સરકારી વકીલની પેનલમાં સમાવિષ્ટ થવા માટે જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા 5 વર્ષથી સક્રિય અને નિમણુંકના ઓછામાં ઓછા 1 વર્ષ પૂર્વેની મુદ્દત માટે આવકવેરા કરદાતા હોવા જરૂરી છે.

જિલ્લા સરકારી વકીલ તથા મદદનીશ જિલ્લા સરકારી વકીલની નિયુક્તિ માટેની પેનલ સંબંધિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અને મોકલી આપવામાં આવે છે. પેનલ પસંદ કરવાની પ્રક્રિયા સંદર્ભે અગાઉ અત્રેથી સમયાંતરે સૂચનાઓ આપવામાં આવેલ છે. પરંતુ આ પ્રક્રિયામાં વિના વિલંબે થાય તે હેતુથી પેનલની પસંદગી માટે સરકાર દ્વારા કરવામાં આવેલી જોગવાઇઓ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ આથી પરિપત્રિત કરવામાં આવે છે. પરિપત્ર

રાજ્યના તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા સરકારી વકીલ તથા મદદનીશ સરકારી વકીલ એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક માટે નવી જાહેરાત પાડી નિવેસરથી રૂબરૂ મુલાકાતનો કાર્યક્રમ આયોજિત કરી પેનલ મોકલી આપવા સરકારશ્રીએ નિર્ણય લીધેલ છે,  સરકારી વકીલની નિમણૂક જિલ્લા મેજિસ્ટ્રેટ એ જિલ્લા સેશન્સ જજ સાથે વિચાર વિમર્શ કર્યા બાદ તૈયાર કરેલી પેનલમાંથી કરવાની હોય છે. પેનલ તૈયાર કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના રહેશે.

વકીલોની પેનલ તૈયાર કરવામાં આવે તેઓ સ્વચ્છ ભૂતકાળ ધરાવે છે કે કેમ તેની ખરાઇ કર્યા બાદ તેમજ ઉપરોક્ત કાયદાની પ્રોવીઝન અને એલ.ઓ.આર.ના નિયમો મુજબ લાયકાત ધરાવતા હોય તેવા જ પ્રકીલોની પેનલ તૈયાર કરી, પેનલનાં નામો ગુણપત્રક અને પેનલમાં સમાવિષ્ટ વકીલોનું  અનિવાર્યપણે લેવાનું થતું ડેકલેરેશન આપના અભિપ્રાય સાથે અચુક મોકલી આપવાના રહેશે તાકાલિક પેનલ રચવાની કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે. પેનલ રચવામાં ઢીલ થશે તો નવી નિમણૂક કરવી શક્ય બનશે નહિ જેને પરિણામે સરકારી કેસોને નુક્સાન પહોંચવા સંભવ છે એટલે આપના જિલ્લા માટેની પેનલની તાકી રચના કરી કામકાજના ભારણને ધ્યાનમાં રાખી હાલમાં કાર્યરત

પસંદ કરેલ પેનલ પૈકીના કોઇ ઉમેદવારે અગાઉ કે હાલમાં  ફરજ બજાવેલી હોય તો તે તમામ ફરજોનો સમયગાળો તારીખ સહિત જણાવવો ઉમેદવાર જિલ્લા મેજિસ્ટ્રેટ જિલ્લાના પ્રિન્સિપલ સેસન્સ જજની દ્રષ્ટીએ પોસ્ટ માટે “ફીટ” અને સ્યુટેબલ હોવા જોઇએ. આ સંદર્ભમાં ઉમેદવારના એલીજીબીલીટી ઉપરાંત જયારે ભલામણ માટેની પ્રક્રિયા એટલે કે ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે ઉમેદવારની ફીટનેસના સંદર્ભમાં ચકાસણી કરવાની રહશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.