મવડી હેડ કવાર્ટર ખાતે નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદિપસિંહ હેઠળ શપથ સમારોહ યોજાયો: 88 યુવક અને 63 યુવતીઓ બન્યા લોકરક્ષક
રાજકોટ જિલ્લા પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ લઇ રહેલા 88 યુવક અને 63 યુવતીઓની તાલીમ પુરી થતા તમામને મવડી હેડ કવાર્ટર કાતે નાયબ પોલીસ મહાનિરિક્ષક સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ શપથ લેવડાવ્યા હતા.
151 તાલીમાર્થીઓને ગ્રામ્ય હેડ કવાર્ટર ખાતે તાલીમ બાદ યોજાયેલા શપથ વિધી સમારોહ પ્રસંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ પ્રસંગીક ઉદબોધન કરી કહ્યું હતુ કે, ‘લોકરક્ષકનો ખરો અર્થ લોક સેવા થાય છે. લોકોની રક્ષા છે. તમામે ભવિષ્યમાં કોઇ વર્ગ કે સમુદાય નહી પરંતુ ગુજરાત પોલીસના એક અભિન્ન અંગ તરીકે પોતાની ફરજ બજાવવાની છે.’
પાયાની તાલીમ આઉટ ડોર અને ઇન્ડોર બે ભાગમાં વહેચાયેલી હોય છે. જેમાં આઉટ ડોર તાલીમમાં અલગ અલગ વિષયોની તાલીમ આપવામાં આવે છે. જેમાં પીટી, યોગા, સાઇન્ટીફીક પીટી, લગ પીટી, મેડીશન પીટી, લાઠી કવાયત, હથિયાર કવાયત, સ્કવોડ ડ્રીલ, પ્લાટુન ડ્રીલ સહિતની તાલીમનો સમાવેશ થાય છે. તાલીમાર્થીઓને જંગલ ટ્રેનીંગની સાત દિવસની તાલીમ આપવામાં આવી હતી.
જ્યારે ઇન્ડોર તાલીમમાં ગુજરાત પોલીસ એકડમી, કરાય ખાતેથી કે.યુ.બેન્ડ મારફતે ઓન લાઇન તાલીમ આપવામાં આવીતી હતી. આઇપીસી, સીઆરપીસી અને એવીડન્સ એકટ ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ1થી 3 ઇ ગુજકોપ અંગે તાલીમ આપવામાં આવી હતી. તાલીમાર્થીઓને જુદા જુદા વિષયોની પ્રત્યક્ષ અનુભવક્ષી તાલીમ અનુભવ મળી રહે તે માટે જિલ્લામાંથી પોલીસ અધિકારીઓને રજાના દિવસો દરમિયાન લેકચર ગોઠવ્યા હતા. તેમજ નિવૃત પી.આઇ. કે.વી.ચાંડપા અને નિવૃત પી.એસ.આઇ. પી.બી.રામાનુજ દ્વારા પણ તાલીમ આપવામાં આવી હતી.
તાલીમાર્થીઓના શપથ વિધી સમારોહમાં એસપી બલરામ મીણા, ડીવાય.એસ.પી.પી.એસ.ગોસ્વામી, એસસીએસટી સેલના ડીવાય.એસ.પી. મહર્ષી રાલવ, રિડર પીએસઆઇ જે.એસ.ગજેરા ઉપસ્થિત રહ્યા હતા.
તાલીમ દરમિયાન ઉત્કૃષ્ટ દેખાવ કરનારનું કરાયું સન્માન
પોલીસ લોકરક્ષકની 151 યુવક-યુવતીઓએ લીધેલી તાલીમમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારને પોલીસ વડા બલરામ મીણા દ્વારા શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે. તાલીમમાં પ્રથમ ક્રમે નયન કાનજીભાઇ ડાભી, ઇન્ડોર તાલીમમાં પ્રથમ ક્રમે જાગૃતિબેન દિનેશભાઇ સોલંકી અને ઓલ ઓવર પ્રથમ ક્રમે વિજય સુભાષભાઇ સિંહારને શિલ્ડ આપી સન્માન કરાયું હતું.
નવ એન્જિનીયર, બે સ્પોર્ટ્સમેન અને પીએચડી કરતી યુવતી બન્યા પોલીસ
રાજકોટ ગ્રામ્યના હેડ કવાર્ટર ખાતે પાયાની તાલીમ લઇ રહેલા મોટા ભાઇના તાલીમાર્થીઓ ગ્રામ્ય વિસ્તારના હતા અને 95 ટકા ગેજયુએટ અને પોસ્ટ ગ્રેજયુએટની ડીગ્રી ધરાવે છે. જેમાં અપેક્ષાબેન મેતા હરેસલીંગમાં નેશનલ સુધી પહોચેલા છે. સત્યપાલસિંહ જાડેજા એથલેટિકસમાં રાજય કક્ષાએ દ્વિતિય આવેલા છે. સોનલબેન બાવળીયા સંસ્કૃતના વિષય સાથે પીએચડી કરી રહ્યા છે.