વિકાસ કામો માટે રૂ.7.92 લાખ, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે રૂ.22 લાખ, પ્રા. શાળાઓમાં સેનેટરી નેપકીન અને તેની મશીનરી માટે રૂ.25 લાખની જોગવાઈ
રાજકોટ જિલ્લા પંચાયતનું વર્ષ 2021-22નું રૂ.24.25 કરોડનું બજેટ આજે સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતુ આ વેળાએ જિલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યું કે ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઈની રકમો જિલ્લાનાં પ્રજાજનોના કલ્યાણ, ઉત્કર્ષ, પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થના સાથે સામાન્ય સભા સમક્ષ આ બજેટ રજૂ કરાયું છે. રાજકોટ જિલ્લા પંચાયતનું સને 2021-22નું અંદાજપત્ર કુલ રૂ.24.25 કરોડનું છે.
સને 2021-22નાં અંદાજપત્રમાં સ્વભંડોળમાં વિવિધ ક્ષેત્રમાં કરવામા આવેલ વિશિષ્ટ જોગવાઈ આ મુજબ છે.
શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પર્ધા માટે 22 લાખની જોગવાઈ કરેલ છે., ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે 5 લાખની જોગવાઈ કરેલ છે., વિકાસના કામો માટે 7 કરોડ 92 લાખની જોગવાઈ કરેલ છે., પ્રા. શાળામાં શૈક્ષણીક સાધનો અને શાળા કમ્પાઉન્ડ વોલને રંગરોગાન માટે 5 લાખની જોગવાઈ કરેલ છે., પ્રા. શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે 10 લાખની જોગવાઈ કરેલ છે., પ્રા.શાળા કમ્પાઉન્ડમાં દરવાજાથી શાળા સુધી પેવિંગ બ્લોક માટે 20 લાખની જોગવાઈ કરેલ છે., પ્રા.શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ખરીદવા 25 લાખની જોગવાઈ કરેલ છે., નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ, ડાયાબીટીસ, લોહીની તપાસ માટેના જરૂરી સ્થાયી પ્રકારનાં સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃત્તી માટે 5 લાખની જોગવાઈ કરેલ છે.
હૃદયરોગ, કેન્સર, કિડની, થેલેસેમીયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરાલીસીસ માટે સામૂહિક રીતે સહાય માટેની 5 લાખની જોગવાઈ કરેલ છે.
આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે જેમકે આંગણવાડી કમ્પાઉન્ડમાં પેવીંગ બ્લોક, પાણીના કનેકશન વગેરે કામો માટે 30 લાખની જોગવાઈ કરેલ છે.
મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 15 લાખની જોગવાઈ કરેલ છે.
આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે 12 લાખની જોગવાઈ કરેલ છે. આંગણવાડી કેન્દ્ર તેમજ રંગકામ ભીત ચિત્રો તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના પેઈન્ટીંગ બનાવવા અંગેના ખર્ચ માટે 30 લાખની જોગવાઈ કરેલ છે.
જે આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ હોય ત્યા નવા દરવાજા બનાવવા તેમજ કમ્પાઉન્ડ વોલમાં કલર અને ચિત્ર અંગેના ખર્ચ માટે 24 લાખની જોગવાઈ કરેલ છે., પાક. નિદર્શન તથા ખેતી વિષયક પ્રચારક હરીફાઈઓ અને ખેડુત હેલ્પ સેન્ટર અંગે 3 લાખની જોગવાઈ કરેલ છે.
સામાજીક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ તા.15.9.16ના ઠરાવ મુજબના કામો માટે 65 લાખની જોગવાઈ કરેલ છે.
તળાવો અને બંધારાની નહેરો અને નહેરના દેખરેખના કામો માટે 50 લાખની જોગવાઈ કરેલ છે., વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 25 લાખની જોગવાઈ કરેલ છે., જિ.પં. દ્વારા બિન પરંપરાગત ઉર્જાના સાધનો માટે 15 લાખની જોગવાઈ કરેલ છે., જિ.પં. દ્વારા સીસીટીવી મરામત અને નવા માટે 5 લાખની જોગવાઈ કરેલ છે., ઘન કચરાનાં નિકાલનાં યાંત્રીક સાધનો માટે 5લાખની જોગવાઈ કરેલ છે., જિલ્લા પંચાયત રાજકોટ હેઠળના વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકના પરિવારને રૂ.2 લાખ ચૂકવવા 10 લાખની જોગવાઈ કરેલ છે. જિલ્લા પંચાયત અન્ય ખર્ચ માટે રૂ.25 લાખની જોગવાઈ કરેલ છે.