ભાજપ શાસિત રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ અને જાણીતા બિલ્ડર ડેવલપર તેમજ ગુજરાતી મરાઠી ફિલ્મોના નિર્માતા ભુપતભા બોદરનો આજે જન્મદિવસ છે. રાજકોટ જિલ્લાના બેડવા ગામે લેઉવા પાટીદાર ખેડુત પરિવારમાં જન્મેલા ભુપતભાઇ બોદરે આપમેળે આગળ આવી પ્રગતિ કરી નામના મેળવી છે. અગાઉ રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકે સફળ કામગીરી કરી ચુકયાં છે. તેઓ બોદર પરિવાર સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમસ્ત લેઉવા પટેલ સમાજ નાથદ્વારાના ટ્રસ્ટી પદે પ્રસંશનીય સેવા આપી રહ્યા છે.
મિલનસાર સ્વભાવના કારણે બહોળું મિત્ર વર્તુળ ધરાવતા ઘુતભાઇ બોદર અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છેે તેઓ ખેતીવાડી રિયલ એસ્ટેટ તેમજ ફિલ્મ ઇન્ડસ્ટી હોટેલ પેટ્ોલ પંપ, જિનિંગ મિલ સહિતના વ્યાપાર ઉઘોગ વ્યસાયમાં પ્રવૃત છે. આજે એક તરફ મતવર્ષા અને બીજી તરફ ભૂપત બોદર માટે જન્મદિનની શુભેચ્છાની વર્ષા થઇ રહી છે.સત્તાને સેવાનું માધ્યમ માનનારા બોદરએ હંમેશા સમાજ તરફની જે કંઇ મળ્યું છે તેની એક અંશ સમાજને સપ્રેમ-સાદર પરત કરવાની ભાવના દાખવેલ છે. તેઓ ખેતી સાથે સંકળાયેલા છે.
ખેતીના વ્યવસાયમાં પ્રવૃત અને રૂપાર સાથે જોડાયેલા ભૂપતભાઈ બોદર યુવા વયની જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ અનેજવાબદારીનું વહન કરતાં આવ્યા છે.2005માં તેઓ રાજકોટ મહા નગર પાલિકાના વોર્ડ નં. 28 માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા અને ડ્રેનેજ સમિતિના ચેરમેન તરીકે પણ સેવા આપી હતી. તેમજ રાજકોટ શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી સંભાળેલ અને વોર્ડ પ્રભારી, રાજકોટ તાલુકા ભાજપે પ્રભારી અને એસ.ટી. બોર્ડ સલાહકાર સમિતિના સભ્ય તરીકે પણ રહી ચૂકયા છે.જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમણે કરેલ યશસ્વી અને પરિણામ લક્ષી કર્યો માટે તેમનો ચાહક વર્ગ વધી રહ્યો છે.આજે તેમના જન્મદિવસે પરિવારજનો સગા-સંબંધી મિત્રવર્તુળ દ્વારા તેમના મો. નં. 98250 76759 પર શુભેચ્છા પાઠવી છે.