સામાન્ય સભામાં કર્મચારીઓનું શોષણ, ભરતી કૌભાંડ સહિતના પ્રશ્ર્નોનો મારો ચલાવાશે

ગત બેઠકમા પ્રશ્ર્નોતરી માટે સભ્યોને પૂરતો સમય અપાયો ન હતો.

જીલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી ૧૭મીએ યોજાનાર છે જેમાં ૧ કલાક પ્રશ્ર્નોતરી સેશન યોજાશે ગત બેઠકમાં સભ્યોને પ્રશ્ર્નો માટે પુરતો સમય મળ્યો ન હતો જેથી આગામી બેઠકમાં સભ્યો દ્વારા પ્રશ્ર્નોનો મારો ચલાવવામાં આવશે.

તા.૧૦ જાન્યુ. ના રોજ જીલ્લા આરોગ્ય અધિકારી પાસે લેખીતમાં રોગી કલ્યાણ સમીતીઓની માહીતી માંગેલ પરંતુ આજદિન સુધી કોઇ યોગ્ય જવાબ મળેલ નથી.

સરકાર દ્વારા નકકી કરેલ એજન્સી દ્વારા આરોગ્યના કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે જેમાં રેકોર્ડ ઉપર જે પગાર દર્શાવવામાં આવે છે તેનાથી અડધો પગાર ચુકવવામાં આવે છે.

રાજકોટ જીલ્લા પંચાયતમાં આશરે ૪૦ ટકા કરતા પણ વધારે સ્ટાફ કર્મચારીઓની અછત હોવા છતાં એકમાત્ર કરારબઘ્ધ કોમ્પ્યુટર ઓપરેટરોને પણ છુટા કરવામાં આવ્યા.

એમ.પી.એચ.ડબલ્યુ ની કરેલ ભરતી અનુસંધાને ડી.ડી.ઓ. દ્વારા સમીતી બનાવી તપાસ કરવા માટે મંજુરી આપેલ તો આ બાબતે આ સમીતીઓની રચના થઇ છે કે કેમ? અને કયારે ? અને અત્યાર સુધીમાં શું તપાસ કરીને રીપોર્ટ આપવો.

રાજકોટ જીલ્લાના ઘણા તાલુકામાં આધાર કાર્ડ માટેની મશીન કીટો ઘણા મહીનાથી આપેલી હતી પરંતુ તેના પાસવર્ક કે યુઝર આઇ.ડી. રજુ સુધી આપવામાં આવેલ નથી આ પ્રકારના મહત્વના પ્રશ્ર્નો ઉઠાવવામાં આવશે તેમ સામાજીક ન્યાય સમીતીના સભ્ય બાલુભાઇ વિઝુડાએ જણાવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.