ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે એ પહેલા જ પ્રજાકીય કામોને વેગ આપ્યો
વિધાન સભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડે એ પહેલા જ રાજકોટ જિલ્લાના પ્રજાકીય કામોને વેગ આપવા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 10 કરોડથી વધુના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.
ભાજપની સંસદીય બેઠકમાં ગાંધીનગર ખાતે હાજરી આપવા ગયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપત બોદરે સભાનું અધ્યક્ષ સ્થાન ઉપ પ્રમુખ સવિતાબેન વસાણીને સોંપવામાં આવ્યું હતું. સવિતાબેન વસાણીએ યોજાયેલ જિલ્લા પંચાયતની આ સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ જી. ક્યાડાને સોંપ્યું હતું.બાંધકામ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ જી. ક્યાડાએ જિલ્લા પંચાયતની આ સામાન્ય સભાનું અધ્યક્ષ સ્થાન શોભાવ્યું હતું.
દર ત્રણ માસ 90 દિવસે યોજાતી આ સામાન્ય સભા આમતો રૂટિન પ્રક્રિયા છે પરંતુ વિધાન સભાની ચૂંટણીની આચાર સંહિતા લાગુ થવાની હોય, આ પહેલા જ પ્રજાકીય કામો અટકે નહિ તે સારું આજે મળેલી સામાન્ય સભામાં 10 થી 12 કરોડના નાણાં પંચના વિકાસકામોને બહાલી આપી દેવાય હતી.રાજકોટ જિલ્લા પંચાયત 2022-23 આયોજન 15 માં નાણાંપંચના રોડ રસ્તા, કોઝવે, આંગણવાડી અને પ્રજાકીય વિકાસના 10 થી 12 કરોડના કામોને સર્વાનું મતે મંજૂરી આપી વિકાસની વણથંભી યાત્રાને ગતિશીલ રાખી હતી.
શિક્ષણને લગતા શાળાઓના પ્રશ્નો સાથે વિવિધ પ્રશ્નો રાજકોટ જિલ્લા પંચાયત 2022-23 આયોજન 15 માં નાણાંપંચના રોડ રસ્તા, કોઝવે, આંગણવાડી અને પ્રજાકીય વિકાસના 10 થી 12 કરોડના કામોને સર્વાનું મતે મંજૂરી આપવામાં આવી હતી.તેમજ કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયોને પણ બહાલી આપવામાં આવી હતી.સભા પૂર્વે મોરબીના દિવંગત આત્માઓના કલ્યાણ અર્થે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયોને મંજૂરી
પ્રજાકીય કામો અટકે નહિ તે સારું આજે મળેલી સામાન્ય સભામાં 10 થી 12 કરોડના નાણાં પંચના વિકાસકામોને બહાલી આપી દેવાય હતી.
રાજકોટ જિલ્લા પંચાયત 2022-23 આયોજન 15 માં નાણાંપંચના રોડ રસ્તા, કોઝવે, આંગણવાડી અને પ્રજાકીય વિકાસના 10 થી 12 કરોડના કામોને સર્વાનું મતે મંજૂરી આપી વિકાસની વણથંભી યાત્રાને ગતિશીલ રાખી હતી.
શિક્ષણને લગતા શાળાઓના પ્રશ્નો સાથે વિવિધ પ્રશ્નો રાજકોટ જિલ્લા પંચાયત 2022-23 આયોજન 15 માં નાણાંપંચના રોડ રસ્તા, કોઝવે, આંગણવાડી અને પ્રજાકીય વિકાસના 10 થી 12 કરોડના કામોને સર્વાનું મતે મંજૂરી આપવામાં આવી હતી.તેમજ કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયોને પણ બહાલી આપવામાં આવી હતી.