જિલ્લાના ૧૪૦૦ બુથમાં સહાયક વિસ્તારક તરીકે સોશિયલ મીડિયા ટીમની પ્રશંસનીય કામગીરી: મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની ટીમે પાઠવ્યા અભિનંદન
રાજકોટ જીલ્લા ભાજપ આઈ.ટી. અને સોશિયલ મીડિયા દ્વારા જીલ્લાભરના ૧૪૦૦ બુથોમાં સહાયક વિસ્તારકો તરીકે બુથ સંપર્ક અભિયાનમાં ‘નેટ ટુ નેટ’ સંપર્ક કરીને આઈ.ટી.મશીનરી દ્વારા સમગ્ર વિસ્તારક યોજનાની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. જેની નોંધ લઈ ગુજરાત રાજય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, જીલ્લા ભાજપ અધ્યક્ષ ડી.કે.સખીયા, મહામંત્રી ભાનુભાઈ મેતા, જયંતીભાઈ ઢોલ, ડો.ભરતભાઈ બોઘરા સહિતનાએ અભિનંદન પાઠવ્યા હતા.
આ અંગે જીલ્લા ભાજપ આઈ.ટી અને સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ હિરેનભાઈ જોશીએ જણાવ્યું હતું કે, વિધાનભાની આગામી ચુંટણી પહેલા સંગઠન માળખાની સમગ્ર ટીમને આઈ.ટી.મશીનરીથી અત્યારથી જ જોડીને કાર્યરત કરી દેવામાં આવી છે. જીલ્લાની તમામ વિધાનસભા વિસ્તારમાં મંડલોને હાઈટેક બનાવાશે. સંગઠન અને સરકારની કામગીરી જીલ્લાના પ્રત્યેક લોકો સુધી પહોંચશે. તેના માટે આઈ.ટી.વિભાગ ટીમ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોડવવામાં આવી છે.બુથ સંપર્ક અભિયાનના ૯ દિવસ દરમ્યાન આઈટી ટીમ દ્વારા બુથના પ્રત્યેક લોકોને નેટ ટુ નેટ જોડવામાં આવીને બુથને હાઈટેક બનાવેલ.
સરકારના તમામ કાર્યક્રમમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટવીટરના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાની કામગીરીની નોંધ રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા લઈ ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં તમામ મંડલોના બુથોમાં આઈ.ટી અને સોશિયલ મીડિયાનું બુથ સંગઠન બનાવવામાં આવશે. વિધાનસભાથી બુથ સુધીનું સંપૂર્ણ હાઈટેક સંગઠન બનાવી સરકારની લોક કલ્યાણકારી યોજના જન જન સુધી પહોંચાડાશે. જેના માટે આઈ.ટી. ટીમએ આખરી ઓપ આપી રહી છે. આવનારી ચુંટણીમાં જબરદસ્ત સોશિયલ મીડિયાનું નેટવર્ક થાય છેવાડાના લોકો સુધી સહેલાઈથી પહોંચી શકીએ તેવી સુચારુ વ્યવસ્થા ગોઠવાશે. તેવી સોશિયલ મીડિયાના ઈન્ચાર્જ હિરેન જોશીએ અંતમાં જણાવેલ હતું. આ બુથ સંપર્ક અભિયાનને સફળ બનાવવા માટે જીલ્લાના સહ-ઈન્ચાર્જ બીપીન રેલીયા, વિનય રાખોલીયા, વિધાનસભા ઈન્ચાર્જ દીપક ભટ્ટ, વિજય બાબરીયા, પ્રવિણ રૈયાણી, જીજ્ઞેશ ડેર, અરવિંદ નાગડકીયા, અમિત ભીમાણી, રાજુ ચાવડા, અ‚ણ વઘાસીયા, કેયુર પંડયા, વ્રજ બાલઘા, રીનાબેન ભોજાણી, નરેન્દ્ર માંડલિક, અનિલ સુતરીયા, ભાવિક વોરા, દર્શન પંડયા, એ.વન ડોબરીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.