લોક અદાલતમાં રજૂ યેલા ૨૨૦ પૈકી સામાન્ય ફોજદારી કેસોમાં જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ તરફી મંજૂરી માંગવામાં આવતા ૧૦૫ કેસમાં લીલીઝંડી

આજરોજ રાજકોટ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં જયુડીશ્યલ મેજિસ્ટ્રેટ દ્વારા લાંબા સમયી પડતર હોય અને સમન્સ ન બજતા હોય તેવા ૨૨૦ સામાન્ય ફોજદારી કેસોમાં કેસ પરત ખેંચવા મંજૂરી માંગવામાં આવતા રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ૨૨૦ પૈકી ૧૦૫ કેસો પરત ખેંચવા મંજૂરી આપવામાં આવી હોવાનું જિલ્લા કલેકટર કચેરીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ નામદાર પ્રિન્સીપાલ ડીસ્ટ્રકટ જજ રાજકોટ તરફી તા.૧૦/૨/૧૮ના રોજ યોજાનાર રાષ્ટ્રિય લોક અદાલતમાં જિલ્લાની ૨૦ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટની કોર્ટ તરફી ડોરમેન્ટ ફાઈલે મુકાયેલા ૨૨૦ કેસો પરત ખેંચવા મંજૂરી આપવા સંબંધિત પબ્લીક પ્રોસીકયુટરોના અભિપ્રાય સો જિલ્લા મેજીસ્ટ્રેટને દરખાસ્ત રજૂ કરવામાં આવેલી. ડોરમેન્ટલ ફાઈલ ઉપર એવા કેસો લેવાયા હોય છે કે લાંબા સમયી પડતર હોય જિલ્લાની કોર્ટોમાં ૧૯૮૬ ની સાલી એટલે કે ૩૨ વર્ષી પડતર હોય તેવા કેસો પણ નિકાલ બાકી કેસો તરીકે બોલતાં હતાં. નામ. કોર્ટ તરફી ડોરમેન્ટ ફાઈલે એવા કેસો લેવામાં આવે છે કે, જેમાં લાંબા સમયી જામીનદાર કે આરોપીને સમન્સ બજતા ન હોય, જામીનદાર કે આરોપી અવસાન પામેલ હોય, તેમના સરનામાનો પતો ન હોય અને જુગારધારા અને પ્રોહીબીશન એકટ હેઠળના તેમજ રૂ.૨૦૦૦/- સુધીના ચોરીના કેસો અને રૂ.૫૦૦૦/- સુધીનો દારૂનો જથ્થો પકડાયેલ હોય, જાહેરનામાના ભંગ સબબના મુંબઈ પોલીસ અધિનિયમ-૧૩૫ હેઠળના કેસો, મોટર વ્હીકલ એકટ હેઠળના એટલે કે ગફલત ભરી રીતે વાહન ચલાવી ઈજા પહોંચાડવા જેવા કેસોમાં આરોપીઓલાંબા સમયી મળી આવતાં ન હોય આરોપીઓ પરપ્રાંતિય હોય અને મળી આવતાં ન હોય તેવા કેસો તેમજ આઈ.પી.સી. હેઠળ હળવી સજાને પાત્ર હોય તેવા કેસો ડોરમેન્ટ ફાઈલ ઉપર લેવામાં આવે છે.

ડોરમેન્ટ ફાઈલ ઉપર લેવાયેલ જૂના કેસોના કારણે નામ કોર્ટનું કાર્યભારણ વધે છે તાકીદે ચલાવવા પાત્ર કેસોના નિકાલમાં વિલંબ ાય છે તે નિવારવા આવા ડોરમેન્ટ ફાઈલ ઉપર લેવાયેલા કેસો સબંધિત આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટરોના અભિપ્રાય મેળવી પરત ખેંચવાની મંજૂરી આપવાના અધિકાર જિલ્લા મેજીસ્ટ્રેટના છે. જેથી નામ. કોર્ટ તરફી રજુ યેલ ૨૨૦ કેસો પૈકી લાંબા સમયી પડતર ૧૦૫ કેસો તા.૧૦/૦૨/૧૮ની લોક અદાલતમાં પરત ખેંચવા જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ તરફી મંજૂરી આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.