બજેટની વિવિધ યોજનાઓ અંગે માહિતી અપાઇ
ભારતીય જનતા પાર્ટી જીલ્લા કિશાન મોર્ચાની કારોબારી બેઠક સદસ્યતા અભિયાન-૨૦૧૯ અંતર્ગત જીલ્લા કારોબારી કિશાન મોર્ચાના પ્રમુખ વિજયભાલ કોરાટની અઘ્યક્ષતામાં યોજાઇ હતી. તેમાં આગામી દિવસોમાં જીલ્લા કિશાન મોર્ચા દ્વારા ખેડુત વર્ગને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે ચર્ચા કરવામાં આવી તેમજ કેન્દ્ર અને રાજયના બજેટમાં ગરીબ, ગામડુ અને ખેડુતો માટે યોજનાકીય લાભો અને નવી યોજનાઓ લાવવામાં આવેલ હોય તે અંગેની માહીતી આપવામાં આવી હતી.
આ તકે જીલ્લા કિશાન મોર્ચાના પ્રભારી લગધીરસિંહ જાડેજા દ્વારા મોટા ખેડુતો માટે પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધીમાં બાકી રહેલા ખેડુતો લાભ લ્યે તે માટે મંડળ પ્રમુખ અને મહામંત્રી જહેમત ઉઠાવે તેવો અનુરોધ કરવામાં આવેલ છે.
જીલ્લા કિશાન મોર્ચાના મહામંત્રી હરસુખભાઇ સોજીત્રા દ્વારા ખેડુતોને તાજેતરમાં ચાલી રહેલા પાક વિમા પ્રીમીયમ સમયસર ઓનલાઇન નોંધ કરાવવા તાકીદ કરવામાં આવેલ. સદસ્યતા અભિયાનમાં કિશાન મોર્ચો કોઇ કચાસ ન રાખે અને જીલ્લાભરમાં પ૦૦૦૦/- સભ્યો જોડશે તેવું પ્રમુખ વિજયભાઇ કોરાટે કહેલ સદસ્ય અભિયાનને વેગવંતુ બનાવવા માટે કિશાન મોર્ચો દરેક શકિત કેન્દ્ર માટે વિસ્તારક યોજના અમલમાં મુકવામાં આવેલ છે જેમાં રાજકોટ જીલ્લાના ર૫૭ શકિત કેન્દ્રોમાં વિસ્તારકો તરીકે કિશાન મોરર્ચા જોડાશે.
આ તકે વિજયભાઇ કોરાટ, હરસુખભાઇ સોજીત્રા, હરદેવસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, અલ્પેશભાઇ ઢોલરીયા, અશોકભાઇ પીપળીયા, ગોપાલભાઇ શિંગાળા, ભાસ્કરભાઇ જસાણી અને જીલ્લાના કારોબારી સભયો હાજર રહેલ.