ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ જરૂરી સર્ટીફીકેટ જિલ્લાના ૮ પૈકી નજીકના કેન્દ્રમાં જમા કરાવવાના રહેશે: કેન્દ્રોના આચાર્યો ‘અબતક’ની મુલાકાતે
રાજકોટ જિલ્લાના આઈટીઆઈ કેન્દ્રોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. કેન્દ્રમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા છાત્રો તા.૨૨ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાદમાં તા.૨૩ સુધીમાં જરૂરી સર્ટીફીકેટ નજીકના આઈટીઆઈ કેન્દ્રમાંજમા કરાવવાના રહેશે. પ્રવેશ પ્રક્રિયા અંગે વિસ્તૃત વિગત આપવા રાજકોટ આઈટીઆઈના પ્રિન્સીપાલ આર.એસ.ત્રિવેદી તેમજ ગોંડલ-જેતપુરના એસ.એમ.બોચીયા, લોધીકા-જામકંડોરણાના કે.બી.વ્યાસ, જસદણ-વિંછીયાના આર.સી.વિઠલાણી તેમજ આર.ડી.જાડેજાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આઈટીઆઈ કેન્દ્રમાં ચાલતા વિવિધ કોર્ષમાં પ્રવેશ માટે https://itiadmiss ion.gujarat.gov.in/વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ ઉપરાંત સંસ ખાતેથી પણ ફોર્મ આપવામાં આવશે. ઓનલાઈન ભરેલ ફોર્મ પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો જેવા કે, ધો.૮,૯,૧૦ના તમામ પ્રયત્નોની માર્કશીટ, સ્કૂલ લીવીંગ સર્ટીફીકેટ, જાતીનો દાખલાે, ટ્રાયલ સર્ટીફીકેટ, આધારકાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઈઝના ફોટા તા રૂ.૫૦ રજિસ્ટ્રેશન ફી સાથે નજીકની ઔદ્યોગીક સંસમાં જમા કરાવવાના રહેશે.ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૨ તા ફોર્મ જમા કરાવવાની છેલ્લી તા.૨૩ રાખવામાં આવી છે. પ્રવેશ મેળવ્યા બાદ છ માસની ટયુશન ફી રૂ.૬૦૦ તા કોસનમની ડિપોઝીટ રૂ.૨૫૦ ભરવાની રહેશે.
દિવ્યાંગ, એસસી,એસટી તા મહિલાઓને ટયુશન ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.એસસી, એસટી અને એસસીબીસી તેમજ જનરલમાં પ્રવેશ મેળવેલ તાલીર્માીની આવક મર્યાદામાં શહેર માટે ૧.૫૦ લાખ અને ગ્રામ્ય વિસ્તાર માટે ૧.૨૦ લાખ ધ્યાને રાખી સ્ટાઈપેડ અને શિષ્યવૃતિનો લાભ આપવામાં આવશે.