- એક વર્ષમાં 51 બાળકોને મુક્ત કરાવી તેમના પુન:વસવાટ માટેના પ્રયત્નો કરાયા
- રાજકોટ જિલ્લા કલેકટર દ્વારાઅનેક વિસ્તારોમાં બાળકો બાળમજૂરી, ભીખ માંગવા જેવી પ્રવૃત્તિ કરતા બાળકોનું રેસક્યુ કરવાની સૂચના આપવામાં આવી હતી.
રાજકોટના અનેક વિસ્તારોમાં નાના બાળકો ભીખ માંગતા નજરે ચડતાં હોય છે, ત્યારે શહેરમાં બાળમજૂરી, ભીખ માંગવા માટે મજૂબર કરવામાં આવતાં હોય છે.51બાળકોનું તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ તમામ બાળકોને પુનર્વસન અને શોષણથી બચાવવાની કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે બાળકોને મેડિકલ સારવાર આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
તંત્ર દ્વારા બાળ મજુરી, ભિક્ષુક, બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં 51 જેટલા બાળકોનું રેસ્ક્યુ કરી પુન: વસવાટ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લાનો રાજ્યભરમાં પ્રથમ નંબર બાળકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.
રાજ્યભરમાં પ્રથમ નંબર આવતા સરકારે ખાસ નોંધ લીધી હતી અને 50,000 ની ફેશિયલ ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ભિક્ષાવૃત્તિ, બાળમજૂરી કરતા સૌથી વધુ બાળકો જેતપુરમાંથી રેસક્યુ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની મેડિકલ સારવાર કરવામાં આવતી હોય છે. બાળકોના પુનર્વસનની સાથે-સાથે તેમના શિક્ષણ, પોષણ આરોગ્ય માટે તંત્ર દ્વારા અલગ અલગ વિભાગો સાથે સંકલન કરવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં ઘર વિહોણા લોકોનો સર્વે શરૂ કરાવતા કલેકટર
ઝૂંપડામાં રહેતા તથા ઘર ન હોય તેવા લોકોની યાદી તૈયાર કરવા ગ્રામ પંચાયતોને સૂચના
રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા ગામડાઓમાં કાચા મકાનમાં અને ઘરવિહોણા લોકોનો સર્વે કરવાની સુચના આપવામાં આવી.પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત રાજકોટ જિલ્લામાં કાચા મકાન તથા ઘરવિહોણા જરૂરિયાતમંદ પરિવારોને તેમના સપનાનું ઘર પ્રાપ્ત થાય તે માટે આવાસ સર્વેક્ષણ હાથ ધરાયું હતું.
ગ્રામ્ય વિસ્તારમાં કાચા મકાનમાં અને ઘરવિહોણા લોકોએ ગામના સરપંચ અને તલાટીને મળીને નામ નોંધણી કરાવવા જિલ્લા કલેકટર દ્વારા અપીલ કરવામાં આવી હતી. જેથી કરીને સરકાર તરફથી મળતી ગ્રાન્ટની ફાળવણી થાય તો તેઓને પણ આવાસનો લાભ મળી શકે. દિવ્યાંગો અને સ્ત્રીઓને પ્રાથમિકતા આપવામાં આવશે. પછાત વર્ગના લોકો માટે અલગથી આવાસમાં કોટા આપવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં ગ્રામ પંચાયતમાં ઘરવિહોણા લોકોને પાકું ઘર ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હેઠળ તાલુકા પંચાયત કચેરી દ્વારા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી. વધુમાં વધુ લોકોને સ્ક્રીનીંગ કરીને યોજના અંતર્ગત લાભ આપવામાં આવે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ વિશેષ પ્રયત્નો કર્યા હતા.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ગરીબ પરિવારો માટે, જેમની પાસે ખુલ્લો પ્લોટ અથવા કાચું મકાન છે, તેમને પાકું મકાન બનાવવાના માટે રૂ.1.20 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.