રાજકોટ શહેર અને જીલ્લા ભારત સ્કાઉટ ગાઇડ દ્વારા રાજયસભાનાં સાંસદ અને રાજકોટ જીલ્લા ભારત સ્કાઉટ ગાઇડના પ્રમુખ અભયભાઇ ભારદ્વાજનું જિલ્લા સંઘના હોદેદારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ અભયભાઇ ભારદ્વાજને સ્કાર્ફ સ્ટેટ ચીફ કમિશ્નર જનાર્દનભાઇ પંડયાએ પહેરાવી સન્માન કર્યુ હતું. તેમજ ડીસ્ટ્રીકટ ચીફ કમિશ્નર મનીષ મહેતા દ્વારા મોમેન્ટો અપર્ણ કરેલ. ગાયત્રી પરિવારનું ઉપવસ્ત્ર જિલ્લા મંત્રી ભીખાલાલ સીદપરાએ આપી સન્માનીત કર્યા હતા.
સાંસદ અભયભાઇ ભારદ્વાજ પોતાના વિઘાર્થીકાળનો સમય યાદ કરીને સ્કાઉટ ગાઇડ પ્રવૃતિની સરાહના કરેલ હતી. જયારે તેઓ યુગાન્ડા દેશના ઝીંઝા ખાતે પોતાની બાલ્યાવસ્થામાં પ્રેસીડન્ટ સ્કાઉટ પણ રહી ચુકયા છે. સાથો સાથ ૨૦૦૭ થી તેઓ રાજકોટ જીલ્લા ભારત સ્કાઉટ ગાઇડના પ્રમુખપદે પણ બિરાજમાન છે. સ્કાઉટ ગાઇડ પ્રવૃતિને સમગ્ર રાજયમાં ફરજીયાત બનાવવા માટે અનુરોધ કરેલ હતો. કાર્યક્રમમાં સ્ટેટ ચીફ કમિશ્નર જનાર્દન પંડયા, ડિસ્ટ્રીકટ ચીફ કમિશ્નર મનીષ મહેતા જીલ્લા મંત્રી ભીખાલાલ સીદપરા, સ્કાઉટ માસ્ટર પ્રોફેસર ડો. સંદીપ વાળા, નયનભાઇ મહેતા, ગાઇડ કેપ્ટન હિનાબેન જાની, અલ્કાબેન મોરી, જુલીબેન હિંગરાજીયા, ગીતાબેન ડોરબીયા વગેરે અભિવાદન કાર્યક્રમમા ઉ૫સ્થિત રહ્યા હતા.