ગુજરાતમાં ખરવા-મોવાસા રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ

પશુપાલન ક્ષેત્રે વિકાસ સાધવા માટે પશુધન તંદુરસ્ત હોવા અનિવાર્ય છે. કારણે કે જો પશુધન જ સ્વસ્થ નહીં હોય તો પશુપાલકોના આર્થિક વિકાસની ગતિ અટકી શકે છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં ઘટાડો ન આવે અને પશુપાલકોને આર્થિક નુકશાન ભોગવનું ન પડે તે માટે ખરવા મોવાસ રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ દુધાળા પશુઓનું રસીકરણ કરવામાં આવે છે.

4 લાખના લક્ષ્યાંક સામે પ લાખથી વધુ ગાય અને ભેંસનું રસીકરણ કરાયું

રાજકોટ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગ દ્વારા તા. 1 એપ્રિલ, 2022 થી 26 મે, 2022 સુધી ખરવા- મોવસા રોગ વિરોધી રસીકરણ કાર્યક્રમ હેઠળ પશુ રસીકરણની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી અંગે નાયબ પશુપાલન અધિકારી ડો.કે.યુ.ખાનપરાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના રાજકોટ, ગોંડલ, ધોરાજી, જેતપુર, ઉપલેટા, પડધરી, જામ-કંડોરણા, જસદણ, લોધીકા, કોટડા-સાંગાણી અને વીંછીયા સહિતના 11 તાલુકાઓમાં ખરવા મોવાસા રોગ વિરોધી રસીકરણની કામગીરી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.