કપાસમાં સુરેન્દ્રનગર જિલ્લો અવ્વલ : રાજ્યમાં સારા વરસાદથી વાવણીમાં વેગ આવ્યો,ગત વર્ષથી વાવેતર વધ્યું
સચરાચર વરસાદથી ગુજરાતમાં ગત સપ્તાહમાં વાવણીમાં વેગ આવ્યો છે અને સરકારના છેલ્લા અહેવાલ મૂજબ ફૂલ 86.31 લાખ હે.જમીન પૈકી 75.86 લાખ હેક્ટરમાં (87.89 ટકા) વાવણી થઈ ગઈ છે. ખરીફ ઋતુનું વાવેતર સૌરાષ્ટ્રમાં સર્વાધિક થાય છે.
2022માં પ્રથમવાર ગત વર્ષની સાપેક્ષે 13 હજાર હેક્ટરમાં વાવણી વધી છે. સૌથી વધુ વાવેતર 25.28 લાખ હેક્ટરમાં કપાસનું અને બીજા નંબરે 16.94 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે જે હવે 90 ટકા જિલ્લાઓમાં થાય છે પરંતુ,બાજરીનું બનાસકાંઠામાં, ડાંગરનું અમદાવાદ, સુરત, આણંદ, ખેડા જિ.માં, દિવેલાનું કચ્છ, સોયાબીનનું જુનાગઢ, તુવેરનું ભરુચ જિ.માં વધુ વાવેતર નોંધાયું છે.
મેંદરડા પંથકમાં જેઠ અને અષાઢ મહિનામાં પુષ્કળ વરસાદ વરસ્યા બાદ 12-15 દિવસનાં વિરામ બાદ ફરી વખત સમયસર મેઘમહેર થતાં ચોમાસુ મોલાત મગફળી, સોયાબીન, અડદ, કપાસ જેવા પાકો ખીલી ઉઠ્યા છે.
અન્ય મુખ્ય પાકોમાં ડાંગરનું 7.92 લાખ, તુવેરનું 2.03 લાખ, દિવેલાનું 3.06 લાખ, સોયાબીનનું 2.17 લાખ અને મકાઈનું 2.84 લાખ તથા બીજરીનું 1.80 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક એક મહિના પછી બજારમાં આવવાનો શરુ થઈ જવાની શક્યતા છે જ્યારે મગફળી નવરાત્રિમાં આવવાની સંભાવના રહી છે.
અમુક જિલ્લાઓ અમુક પાક વધુ લેતા હોય છે. પ્રાપ્ત વિગત અનુસાર (1) મગફળીનું સૌથી વધુ 242700 હે.માં વાવેતર રાજકોટ જિલ્લામાં (2) કપાસનું 4 લાખથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં (3) બાજરીનું સર્વાધિક 1,25,400 છે.માં બનાસકાંઠા જિ.માં (4) ડાંગરનું સૌથી વધુ 130400 હે.માં અમદાવાદ ઉપરાંત આણંદ, ખેડા જિ.માં એક લાખ હે.થી વધુ જમીનમાં (5) દિવેલાનું સર્વાધિક વાવેતર 133100 હે.માં કચ્છમાં (6) આ વખતે સોયાબીનનું ફૂલ વાવેતર અત્યારે જ 38 ટકા વધી ગયું છે અને તેનું સૌથી વધુ 48400 હે.માં જુનાગઢ જિલ્લામાં થયું છે. રાજ્યમાં ઘાસચારો અને શાકભાજીનું વાવેતર રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં થતું હોય છે. રાજ્યના ફૂલ કૃષિ પાકમાં 56 ટકા જેટલો પાક માત્ર કપાસ અને મગફળીનો છે જે સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 13.37 લાખ
હે .માં મગફળી અને 18.13 લાખ હેકરારમાં કપાસ વવાયેલ છે અને બીજા નંબરે ઉત્તર ગુજરાતમાં 2.87 લાખ હે.માં મગફળી અને 2.14 લાખ છે.માં કપાસની વાવણી થઈ છે. અમદાવાદ,વડોદરા સહિતના મધ્ય ગુજરાતમાં મગફળી ઓછી વવાય છે પરંતુ, કપાસમાં તે સૌરાષ્ટ્ર પછી બીજા ક્રમે રહ્યો છે જ્યાં 2.76 લાખ છે.હજ્જારો હેક્ટરમાં કપાસની વાવણી થઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જુનાગઢ, સોમનાથ દ્વારકા જિલ્લાઓથી વધુ કપાસ છોટા ઉદેપુરમાં (1 લાખ હૈથી વધુ) વાવવામાં આવ્યો છે. 90 ટકા જિલ્લામાં તેલીબીયાનો પાક લેવાય છે,સોયાબીન કપાસ-મગફળીમાં સૌરાષ્ટ્ર નં.1 અને બીજા નંબરે ઉત્તર ગુજરાતનો સમાવેશ થાય છે.