પત્રકારો સાથે વાતચીત કરીને વ્યવસ્થાઓ અંગે કરી પૃચ્છા
રાજકોટ જિલ્લાની વિવિધ વિધાનસભા બેઠકોની સરકારી ઈજનેરી કોલેજ કણકોટ ખાતે શાંતિપૂર્ણ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે પત્રકારો સરળતાથી મતગણતરીનું કવરેજ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે મીડિયા સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જે અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અરુણ મહેશ બાબુએ મીડિયા સેન્ટરની મુલાકાત લીધી હતી. અને પત્રકારો માટે તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાઓનો લાભ પત્રકારો પુરી રીતે મેળવી રહ્યા છે તે સુનિશ્ચિત કર્યું હતું. તેમજ મીડિયા સેન્ટર ખાતે નિયુક્ત અધિકારીઓને પત્રકારોને કોઈપણ પ્રકારની તકલીફ ઊભી ન થાય તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ મુલાકાત દરમિયાન નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર,અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે.ખાચર તેમજ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.