વિવિધ ટીમના સભ્યોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો પૂરાં પાડતાં ચૂંટણી ખર્ચનાં નોડલ અધિકારી દેવ ચૌધરી

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ની તૈયારીના ભાગરૂપે ગત તા.28 ઓક્ટોબરના રોજ જિલ્લા વિકાસ અધિકારી અને ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી  દેવ ચૌધરી તેમજ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે.ખાચરના અધ્યક્ષ સ્થાને હેમુ ગઢવી હોલ ખાતે જિલ્લા ચૂંટણી ખર્ચ દેખરેખ સ્ટાફની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખર્ચ નિરીક્ષણ માટેની વિવિધ ટીમોના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ ટીમોમાં વીડિયો સર્વેલન્સ ટીમ, સ્ટેટીક સર્વેલન્સ ટીમ, વીડિયો વ્યુઈંગ ટીમ, ફલાઈંગ સ્ક્વોડ ટીમ, એકાઉન્ટિંગ ટીમ, આસિસ્ટન્ટ એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર અને આઠ વિધાનસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ચૂંટણી ખર્ચનાં નોડલ અધિકારી દેવ ચૌધરી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી  એસ.જે. ખાચર દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને પ્રેઝન્ટેશન મારફત તાલીમ આપીને મૂંઝવણો દૂર કરવામાં આવી હતી.

આ ઉપરાંત   જિલ્લા કલેકટર  અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે રાજકીય પક્ષોના સભ્યો સાથે મતદાન મથકોના સ્થળ બાબતે પરામર્શ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ રાજકીય પક્ષોના અધિકૃત સભ્યો, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રિટર્નિંગ ઓફિસરો અને ચૂંટણી અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ રિટર્નિંગ ઓફિસરોને EVM અને VVPET મેનેજમેન્ટ, વાહન વ્યવસ્થા, બુથ મેનેજમેન્ટ , આઈ.ટી.ટીમ તથા ટ્રેનિંગ શેડયુલ સહિતની કામગીરીઓ પુરી તકેદારી પૂર્વક થાય તે સુનિશ્ચિત કરવા માટે ભાર મુક્યો હતો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.