ઉપપ્રમુખ, મહામંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક આપતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા
આગામી વિધાનસભાની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવવા માટે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વિજય બનવાવવા માટે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયા દ્વારા નવા સંગઠન માળખાની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, સંગઠન મંત્રી, સહમંત્રી અને કારોબારી સભ્યોની નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત ગોંડલ તાલુકા, જેતપુર શહેર, જેતપુર તાલુકા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખની પણ વરણી કરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ ખાટરીયાની યાદીમાં જણાવ્યા પ્રમાણે, આ ઉપરાંત ગોંડલ તાલુકાના પ્રમુખ તરીકે બાપાલાલસિંહ વેરૂભા ચુડાસમા, જેતપુર શહેરના પ્રમુખ તરીકે દિપકકુમાર કેશવલાલ વેકરીયા જેતપુર તાલુકાના પ્રમુખ તરીકે દિલિપભાઈ પાનેલીયા અને જામકંડોરણા તાલુકાના પ્રમુખ તરીકે સુરેન્દ્રસિંહ ભરતસિંહ વાળા નીમણૂંક કરવામાં આવી છે.
ઉપપ્રમુખ માં શૈલેષભાઈ કપુરીયાતાલુકો પડધરી, નરેન્દ્રસિંહ દાદુભા જાડેજા તાલુકો કોટડાસાંગાણી, કનુભાઈ ડોબરીયા મું કુવાડવા તાલુકો રાજકોટ, યતીશભાઈ દેસાઈ મું ગોંડલ તાલુકો ગોંડલ, પીનલબેન સાવલીયા મું જેતપુર તાલુકો જેતપુર, લાખાભાઈ પુનાભાઈ ડાંગર મું સેવધ્રા તાલુકો ઉપલેટા, વલ્લભભાઈ રંગાણી મું કોઠારીયા(ટંકારા) તાલુકો રાજકોટ, મહેન્દ્રસિંહ જાડેજા મું પાળ તાલુકો લોધિકા,
સેજુલભાઈ ભૂત મું ચીત્રાવડ તાલુકો જામકંડોરણા, ભાવેશભાઈ હંસરાજભાઈ વસોયા મું. સરધાર તાલુકો રાજકોટ, જે. કે. પારઘી મું ગોંડલ તાલુકો ગોંડલ, વિનુભાઈ જીવરાજભાઈ ધડુક મું સાણથલી તાલુકો જસદણ, મનુભાઈ કરમશીભાઈ સેખડા મું રામોદ તાલુકો કોટડાસાંગાણી, અને મહામંત્રી જયેશભાઈ આંબાભાઈ કાકડીયા મું શાપર તાલુકો કોટડાસાંગાણી, જયદેવસિંહ વાળા મું ગધેથડ તાલુકો ઉપલેટા,, મેઘાભાઈ સાકરીયા મું લોધિકા તાલુકો લોધિકા, રણજીતભાઈ ગોહેલ મું વિરનગર તાલુકો જસદણ, નરેશભાઈ રામભાઈ ગઢવી મું લાપાસરી તાલુકો રાજકોટ, અનિરૂદ્ધસિંહ જશુભા જાડેજા મું નાનાઈટાળા તાલુકો પડધરી, ખોડાભાઈ છગનભાઈ દેત્રોજા મું હડાળા તાલુકો રાજકોટ, વલ્લભભાઈ રણછોડભાઈ ઠુંમર મું ધુળસીયા તાલુકો ગોંડલ, લલિતભાઈ પટોડીયા મું ગોંડલ તાલુકો ગોંડલ, જયેશભાઈ મિયાત્રા મું જસદણ તાલુકો જસદણ, શૈલેષભાઇ નારણભાઇ સાવલીયા તાલુકો જેતપુર, અને અમરસિંહ ભાઇ જાદવભાઇ સોમાણી તાલુકો જસદણ ની નિમણુંક કરાઇ છે.