રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ફાઈલોના નિકાલમાં રાજ્યભરમાં અવ્વલ
ટાઈમ લિમિટેડ ઉપરની માત્ર ત્રણ જ ફાઈલ પેન્ડિંગ તેનો પણ આજે નિકાલ થઈ જશે : કલેકટર
રાજકોટ જિલ્લાનો ફાઇલ નિકાલનો રેશિયો 99 ટકાથી ઉપર, બીજા અનેક જિલ્લાઓ હજુ 50 ટકાથી પણ નીચે
રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ફાઈલોનો તળાજા નિકાલ કરવામાં આવી રહ્યો છે જેમાં રાજકોટ જિલ્લામાં એક જ મહિનામાં બિનખેતીની 213 સહિત કુલ 297 નિકાલ કરી નાખવામાં આવ્યો છે આમ આ ઝડપી કામગીરીને પગલે રાજકોટ જીલ્લો ફાઈલ નિકાલમાં રાજ્યભરમાં આવેલ રહ્યો છે
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ચાર્જ સંભાળતા વેંત જ મહેસુલી કામગીરીને વધુમાં વધુ ઝડપ કેમ આપવી તે દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું હતું. આ ઉપરાંત જુના કેસો તેમજ જૂની ફાઈલો જે પેન્ડિંગ હાલતમાં હતી. તે તમામના નિકાલ માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર પ્રભવ જોશી દ્વારા તાજેતરમાં નાયબ મામલતદારો તેમજ ક્લાર્કની એ રીતે બદલીનો ઘાણવો ઉતાર્યો હતો. જેથી તમામ કામગીરી સરળતાથી ઝીરો પેન્ડસી અંતર્ગત થઈ શકે.
હાલ કલેકટર પ્રભવ જોષીએ ઉઠાવેલ જહેમતના ફળ મળવાનું શરૂ થઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ મહિનામાં આઇઓરાની 297 ફાઇલોનો નિકાલ થયો છે. જેમાં બિનખેતીની 213 ફાઈલોનો નિકાલ કરી નાખવામાં આવ્યો છે. આ ફાઈલોમાંથી બિનખેતીની 100થી વધુ ફાઈલોનો હકારાત્મક નિકાલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે ટાઈમ લિમિટથી વધારે સમય થયો હોય તેવી માત્ર ત્રણ ફાઈલ પેન્ડિંગ હાલતમાં છે. તેનો પણ આજરોજ નિકાલ કરી નાખવામાં આવશે.
આમ ફાઈલ નિકાલના રેશિયોમાં રાજકોટ જીલ્લો રાજ્યમાં અવ્વલ રહ્યો છે.બીજી તરફ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓ એવા છે.
જેનો ફાઈલ નિકાલનો રેશીઓ 50% સુધી પણ પહોંચ્યો નથી. તેવામાં રાજકોટ જિલ્લા કલેકટર તંત્રની કામગીરી રાજ્યભરમાં ઊડીને આંખે વળગે તેવી છે. આ ઝડપી કામગીરી બદલ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી તમામ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.