- અબતક, રાજકોટ : પ્રતિ વર્ષ ૧૧ ઓક્ટોબર ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિન’ની ઉજવણી કરવામાં આવે છે જે અન્વયે કોન્સુલેટ જનરલ ઓફ કેનેડાની વિનંતીને ધ્યાને લઈને ‘આંતરરાષ્ટ્રીય બાલિકા દિન’ તથા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત રાજકોટ કલેકટર કચેરી ગુલાબી રોશનીથી પ્રકાશિત કરાઈ હતી. જેની મુખ્ય થીમ “ડિજિટલ જનરેશન, અમારી જનરેશન” છે.
કોન્સુલેટ જનરલ ઓફ કેનેડાની વિનંતીને ધ્યાને લઈને કલેકટર અરૂણ મહેશ બાબુએ ઉભું કર્યું વિશેષ આકર્ષણ
ડિજિટલ જનરેશન પોતાની વાસ્તવિકતાઓ જાણે તથા તેની સમસ્યાઓનું નિરાકરણ લાવે અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને મોકળા મને માણી શકે તેના માટેનો આ સ્તૃત પ્રયાસ છે.
સમગ્ર વિશ્વમાં દિકરીઓ પોતાના અધિકારોનો ઉપયોગ કરી શકે તથા દિકરીઓ જે પડકારોનો સામનો કરે છે તેને ઓળખીને તેના નિરાકરણ માટે કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
ભારતમાં દિકરીઓને પડતી સમસ્યાઓ અને આ પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવી રહેલા નવીન કાર્ય અંગે જાગૃતિ લાવવા માટે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુની સૂચનાથી કચેરીને ગુલાબી રોશનીથી પ્રકાશિત કરાઈ છે.