સ્વચ્છતા બદલ મોવૈયા ગ્રામ પંચાયતને બીરદાવી મામલતદાર સાથે તાલુકાના વિકાસ અંગે ચર્ચા કરાઇ
રાજકોટ જીલ્લાના કલેકટર રાહુલ ગુપ્તા પડધરી તાલુકાના મોવૈયા, મેટોડા, મોટારામપર ગામે રુટીન ચેકીંગ અને દફતર ચકાસણીમાં આવી આ ત્રણ ગામોની વિઝીટ કરી હતી. ગામના લોકો સાથે વાતો અને ચર્ચા કરી ગામના વિકાસ અને આરોગ્ય માટે ગામના લોકો જાગૃત થાય તે માટે જાણકારી અને માહીતી આપી હતી.
પડધરી તાલુકાના મામલતદાર ગોઠી અને સર્કલ ગઢવી બંને સાથે ચર્ચા વિચારણા કરી ગ્રામ પંચાયતોને વધુ લાભ મળે અને ગામ વિકસીત થાય તે માટે ચર્ચા કરી હતી. મોવૈયા ગામના સરપંચ નિલેશભાઇ તળપદા, ઉપસરપંચ સુરેશભાઇ ખુંટ, રાજકોટ જીલ્લા પંચાયત સદસ્ય ધીરુભાઇ તળપદા, મંત્રીઓ સાથે પણ મીટીંગ કરી ગામના વિકાસ થાય તેવી ચર્ચા કરી હતી અને મોવૈયા ગામની વીઝીટમાં તેણે ગામની સ્વચ્છતા અને આરોગ્યના વખાણ પણ કર્યા હતા.