69મા અખિલ ભારત સહકાર સપ્તાહની કરાશે ઉજવણી
સારાય દેશમાં 14 નવેમ્બરથી એટલે કે આપણા દેશના પ્રથમ વડાપધાન સ્વ . જવાહરલાલ નહેરૂના જન્મદિનથી 20 નવેમ્બર સુધી ” સહકાર સપ્તાહ ” ની ઉજવણી કાયેક્રમનું આયોજન કરવામાં આવે છે . આ સહકાર સપ્તાહ ઉજવણીની શરૂઆત સહકારી ધ્વજવંદનથી થાય છે જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા સહકારી સંઘ ધ્વારા 69 માં અખીલ ભારત સહકાર સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે તા . 14 મી નવેમ્બરના રોજ સવારે 9-30 કલાકે જિલ્લા સંઘની ઓફિસે રાજકોટ જિલ્લા સહકારી સંઘ ’ સહ્કાર ત્રિવેણી ” 29/ 38 , કરણપરા , બસ સ્ટેશન પાછળ , રાજકોટ મુકામે રાજકોટ ડિસ્ટ્રીકટ કો – ઓપ . બેંક લી.ના મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયાના હસ્તે રાખવામાં આવેલ.
ધ્વજ વંદન બાદ સમુહમાં સહકાર ગીતનું વાંચન કરવામાં આવેલ અને ત્યારબાદ પ્રથમદિન ” સહકારી ક્ષેત્રે ધંધાકીય સ2ળતા અને નિકાસને પ્રોત્સાહન ” દિનની ઉજવણી કરવામાં આવે હતી. આ સહકારી ધ્વજ વંદન કાર્યક્રમમાં માધવ શરાફી મંડળીના મેને .. ડિરે. ડો . એન . ડી . શીલુ , શિવશકિત શ્રરાફી મંડળીના ચે2મેન હરગોપાલસિંહભાઈ જાડેજા , શિવજયોત શરાફી મંડળીના ચેરમેન રાહુલભાઈ ચોવટીયા , માંડવરાયજી શરાફી મંડળીના મેનેજર રશ્મિબેન મારડીયા , જીલ્લા સંધના ડિરેકટરઓ , જિલ્લા સંઘની મહિલા સમિતિના ક્ધવીનર પ્રફુલાબેન સોની તથા સમીતીના સભ્યઓ , નાગરિક બેંકના અધિકારી હિતેશભાઈ શુકલ , માર્કેટીંગ એડવાઈઝર કેયુરભાઈ બુચ , વ્યવસ્થાપન કેન્દ્ર , રાજકોટના પિન્સીપાલ , સ્ટાફ તેમજ જુદી જુદી સહકારી સંસ્થાઓમાંથી સહકારી આગેવાનો , અધીકારીઓ તથા કમેચારીઓ વિગેરે ઉપસ્થિત રહેલ આ પ્રસંગે રાજકોટ ડિસ્ટ્રીકટ કો – ઓપ . બેંક લી.ના મેનેજીંગ ડિરેકટર ઘનશ્યામભાઈ ખાટરીયાએ સહકાર સપ્તાહની ઉજવણી ધ્વારા છેલ્લામાં છેલ્લા માણસ સુધી સહકારની ભાવના જાગૃત કરવા માટે થાય છે તેમ જણાવેલ આ ઉપરાંત આજે દેશમાં દર પાંચ વ્યકિતએ એક વ્યકિત સહકાર સાથે જોડાઈને રોજી રોટી મેળવે છે તેવુ જણાવેલ.