રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપરેટીવ બેંક લી.ના જનરલ મેનેજર વી.એમ.સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂત અગ્રણી, સાંસદ પોરબંદર તથા વાઈસ ચેરમેન ઈફકો, ડાયરેકટર ગુજકોમાસોલ વિઠ્ઠલભાઈ રાદડિયાના સુદ્રઢ વહિવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે. બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહિવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહિવટથી પ્રભાવિત થઈ દેશની તમામ સહકારી બેંકના સંચાલકોની રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ.બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારના લોકો તથા ખેડૂતોના વિકાસલક્ષી પ્રવૃતિ કરે છે.
આ બેંક ગામડાના છેવાડાના માનવી સુધી બેન્કીંગ સેવા મળી રહે તેવા સંકલ્પથી વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ ખોલી રહેલ છે અને હાલ બેંકની ૧૮ શાખાઓ પૈકી ૧૨૪ શાખાઓ નાના-નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડુતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જ બેકીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઈ રાજકોટ જીલ્લામાં જેતપુર તાલુકાના નવાગઢ ગામે તથા મોરબી જીલ્લાના ટંકારા ગામે નવી શાખાઓ ખોલવા નાબાર્ડ તરફથી મંજુરી મળતા આ બન્ને શાખાઓ સીબીએસ નેટવર્ક સાથે પબ્લીકની સેવામાં કાર્યરત કરેલ હોય જેનો લાભ આ વિસ્તારના વધુમાં વધુ ખેડુતો તથા થાપણદારો મેળવે તે માટે બેંકના ચેરમેન જયેશભાઈ રાદડિયાએ અપીલ કરેલ છે.
રાજકોટ ડિસ્ટ્રિકટ કો-ઓપ. બેંકની ૧૮ શાખાઓ મારફત રૂ.૪૩૦૫ કરોડની થાપણો એકત્ર કરી ‚રૂ.૩૨૦૪ કરોડનું ધિરાણ કરેલ છે અને ખેડુતોને ‚રૂ.૨૦૫૧ કરોડ જેવું કે.સી.સી.ધિરાણ આપવામાં આવેલ છે, મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા ‚રલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે, બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી ‚રૂ.૧૦.૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક છેલ્લા ૪૬ વર્ષથી આ બેંક ઓડિટ વર્ગ ‘અ’ ધરાવે છે અને સભાસદોને ૧૫% ડિવિડન્ડ ચુકવે છે અને બેંકની વસુલાત ૯૯% જેટલી છે. નેટ એનપીએ ‘૦’% છે, તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ તથા નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ મળેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.