ખેડુત અગ્રણી, પૂર્વ સાંસદ પોરબંદર, ડાયરેકટર ગુજકોમાસોલ વિઠલભાઈ રાદડીયાના સુદ્દઢ વહિવટથી રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંક રાષ્ટ્રીયસ્તરે ઉભરી આવેલ છે બેંકનાં ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના કુશળ વહીવટના કારણે આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત ક્ષેત્રે અવિરત પ્રગતિ કરેલ છે. તેમજ બેંક મારફત ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દાખલ કરેલ છે.
આ બેંક ગામડાના છેવાડાના માનવી સુધી બેંકીંગ સેવા મળી રહે તેવા સંકલ્પથી વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં શાખાઓ ખોલી રહેલ છે. અને હાલ બેંકની ૧૯૫ શાખાઓ પૈકી ૧૨૭ શાખાઓ નાના નાના ગ્રામ્ય વિસ્તારોમાં કાર્યરત છે. આ બેંક સાથે જોડાયેલ ખેડુતો, થાપણદારો તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને નજીકમાં જે બેકીંગ સેવાઓ મળી રહે તે બાબત ધ્યાને લઈ રાજકોટ જિલ્લામાં જસદણ તાલુકાના ઝુંડાળા ગામે નવી શાખા ખોલવા નાબાર્ડ તરફથી મંજૂરીમળતા ઝુંડાળા મુકામે બેંકની નવી ૧૯૫ મી શાખાનું લોકાર્પણ બેંકના ચેરમેન અને ગુજરાત રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે કરવામાં આવેલ જે કાર્યક્રમમાં બેંકના જસદણ વિસ્તારનાં ડિરેકટર અરવિંદભાઈ તાગડીયા, કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, બેંકના એમ.ડી. ઘનશ્યામભાઈ ખાટરીયા તથા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સના તમામ સભ્યો હાજર રહેલ.
આ પ્રસંગે બેંકનાચેરમેન જયેશભાઈ રાદડીયાએ જણાવેલ કે બેંકની ૧૯૫ શાખાઓ મારત રૂ|. ૪,૮૭૯ કરોડની થાપણો એકત્ર કરી રૂ|.૩,૫૩૦ કરોડના ધિરાણો કરેલ છે. અને ખેડુતોને રૂ| ૨,૨૦૦ કરોડ જેવું સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે. મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા રૂરલ ગોડાઉનમાં સરકારની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત તથા મ.મૂ. ખે.વિ. લોનમાં રૂ|.૧% વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે. બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂ|.૧૦,૦૦ લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે.