ઓડિસા બેંકના પ્રતિનિધિઓ બેંકની બેનમુન કામગીરી, દાગીના ધિરાણની સુવિધાથી પ્રભાવિત
રાજકોટ ડિસ્ટ્રિકટ કો.ઓપ. બેંકની એકસપોઝર વિઝીટ ગોઠવી આ બેંકની થાપણ, ધિરાણ, વસુલાત તથા ખેડુતો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અભ્યાસ કરી અન્ય બેંકો પણ તેનું અનુકરણ કરી ગ્રામ્ય વિસ્તારનાં લોકો તથા ખેડુતોનાં વિકાસ લક્ષી પ્રવૃત્તિ કરે તેવા નાબાર્ડના અભિગમના ભાગ રૂપે ઓડીસ સ્ટેટ કો.ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સ બેંકના વા. પ્રેસીડેન્ટ દ્રૌપદી સાહુના પ્રતિનિધિત્વ હેઠળની ટીમએ રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંકની તાજેતરમાં મુલાકાત લઈ બેંકની વિવિધ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરેલ હતો.
રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ,. બેંકની 194 શાખાઓ મારફત રૂા.4,769 કરોડની થાપણો એકત્ર કરી રૂા. 3,347 કરોડનું ધિરાણ કરેલ છે. અને ખેડુતોને રૂા.2,199 કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે. મંડળી મારફત ખેડુતોને લોન આપી સબસીડી વાળા રૂરલ ગોડાઉનમાં સરકારશ્રીની સબસીડી ઉપરાંત વધારાની વ્યાજ રાહત બેંક તરફથી આપવામાં આવે છે. બેંક સાથે જોડાયેલ ધિરાણ લેતા સભાસદોની બેંક તરફથી રૂા.10.00 લાખની અકસ્માત વિમા પોલીસી લેવામાં આવે છે. બેંક વર્ષોથી કાયદાની જોગવાઈ મુજબ ઓડિટ વર્ગ ‘અ’ ધરાવે છે અને સભાસદોને 15 % ડીવીડન્ડ ચૂકવે છે. અને બેંકની વસુલાત 99% જેટલી છે. ગઊિં ગઙઅ “0” છે, તેમજ આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એવોર્ડ તથા બેંકો મુંબઈ તરફથી પણ એવોર્ડ મળેલ છે.
ઓડીસા સ્ટેટ કો.ઓપરેટીવ બેંક લી.નું બોર્ડ ઓફ ડિરેકટર્સના સભ્યો આ બેંકની ઉપરોકત બેનમુન કામગીરી બેંકની મુખ્ય કચેરીમાં 24 કલાક 365 દિવસ લોકર ઓપરેટીંગ સુવિધા તેમજ રાત્રીનાં 10 વાગ્યા સુધી દાગીના ધિરાણ સુવિધાની વ્યવસ્થા જોઈ ખૂબજ પ્રભાવિત થયેલ અને આ બેંકનાં ચેરમેન જયેશભાઈ રાદડીયા, બોર્ડ ઓફ ડિરેકટર્સ તથા બેંકના મેનેજરમેન્ટને ધન્યવાદ આપેલ.