વર્ષોથી બેકીંગ ક્ષેત્ર રીચર્સ કરી રહેલ એવિસ પબ્લીકેશન કોલ્હાપુર (મહારાષ્ટ્ર) દ્વારા તાજેતરમાં યોજાયલ બેંકો પુરસ્કાર-૨૦૧૮ માટે રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ. બેંક લી. એ ભાગ લેતા આ બેંકની થાપણ, ધિરાણી, CRAR,૦ ટકા Net NPA આર.બી.આઇ. અને નાબાર્ડની ગાઇડ લાઇડનું કોમ્પલાયન્સ તેમજ કી પરફોર્મન્સને ઘ્યાને લઇ રાજકોટ ડીસ્ટ્રીકટર કો. ઓપરેટીવ બેંક લી.નું બેંકો બ્લ્યુ રીબન-૨૦૧૮ એવોર્ડ વિજેતા જાહેર કરેલ છે.
રાજકોટ ડીસ્ટ્રિકટ કો. ઓપરેટીવ બેંકને પાંચ વખત નાબોર્ડ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ, નાફસ્કોબ તરફથી બે વખત એન્યુઅલ પરફોર્મન્સ એવોર્ડ તેમજ જી.એસ.સી. બેંક દ્વારા દશાબ્દી એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. મુંબઇ ખાતે યોજાયેલ બે દિવસના કો.ઓપરેટીવ સમીટનું અાયોજન કરેલ છે. તેમાં ૪૬૩ બેંકોના પ્રતિનિધિઓ હાજર હતા. આ સુંદર સેમીનારમાં બેંકના કરન્ટ સીનારીયોને લગતી બાબતો તેમજ ડીપોઝીટ, ધિરાણો, વસુલાત, એન.પી.એ., ઇન્ફોરર્મેશન ટેકનોલોજી, ડિઝીટલાઇઝેશન અને સાબરક્રાઇમ અટકાવવા અંગે વિશેષ માર્ગદર્શન મળેલ હતું. આવા એવોર્ડ સેરેમનીમાં બેંકના વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા તથા બેંકના સી.ઇ.ઓ. વી.એમ. સખીયાએ બેંક વતી એવોર્ડ સ્વીકારેલ હતો. આમ આ બેંકને વધુ એક બેકો બ્લ્યુ રીબન-૨૦૧૮ એવોર્ડ મળતા બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સ તેમજ તમામ સ્ટાફના આનંદ અને ઉત્સાહ જોવા મળેલ છે.
રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંકની ૧૯૨ શાખાઓ મારફત રૂ ૪૩૦૫ કરોડની થાપણો એકત્ર કરી રૂ ૩૨૦૪ કરોડનું ધિરાણ કરેલ છે. અને ખેડુતોને રૂ.૨૦૧૫ કરોડ જેવું કે.સી.સી. ધિરાણ આપવામાં આવેલ છે.
બેંક છેલ્લા ૪૫ વર્ષથી આ બેંક ઓડીટ વર્ગ ‘અ’ધરાવે છે અને સભાસદોને ૧પ ટકા ડીવીડન્ડ ચુકવે છે. અને બેંકની વસુલાત ૯૯ ટકા જેટલી Net NPA ‘0’% છે.